ભારતીય ટીમે યુઝવેન્દ્ર ચહલની ઘાતક બોલિંગની મદદથી અહીં રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં શ્રીલંકાને 93 રને પરાજય આપી ત્રણ મેચની સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતાં લોકેશ રાહુલના 61 રન અને ધોની- મનીષ પાંડે વચ્ચે ચોથી વિકેટ માટે નોંધાયેલી 68* રનની ભાગીદારીની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી 180 રન બનાવ્યા હતા. 181 રનના લક્ષ્યાંક સામે શ્રીલંકાની ટીમ 16 ઓવરમાં 87 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી થરંગાએ સર્વાધિક 23 રન બનાવ્યા હતા.