સાયબર સુરક્ષાને લઇને દેશમાં વિવાદ સર્જાયો છે. દેશના અત્યંત મહત્વના એવા 13 VVIP લોકોના iPhone માલવૅરની મદદથી હેક કરવામાં આવ્યા છે. આશંકા છે કે આ તમામ આઈફોનના મેસેજ, વોટ્સએપ ચેટ, લોકેશન, ચેટ લૉગ, ફોટોસ અને કોન્ટેક્ટ્સ જેવી ઈન્ફર્મેશન ચોરી કરવામાં આવી છે. જો કે હજી સુધી આ 13 લોકોની ઓળખ કરવામાં નથી આવી.