દિલ્હીના સિરો સર્વેના પરીણામો મુજબ રાજધાનીના 23.48 ટકા લોકો કોરોના વાયરસનો ભોગ બનેલા છે. જો કે તેમનામાંથી મોટા ભાગનામાં લક્ષણો જોવા મળ્યા નથી. આ વાત કોવિડ-19ના એન્ટી બોડિઝ રિપોર્ટ પરથી સાબીત થાય છે. દિલ્હીના દરેક ચોથી વ્યકિતના શરીરમાં એન્ટી બોડી ડેવલપ થઇ છે. જો કે આરોગ્ય મંત્રાલયે રાહતનો શ્વાસ લીધો છે કે 6 મહિના પછી પણ કોરોના ખાસ ફેલાયો નથી. નિષ્ણાતોનું માનવું છે તે દિલ્હીમાં કોરોના સંભવત તેના પીક ઉપર પહોંચી ગયો હોવો જોઇએ આથી દિલ્હી હવે હર્ડ ઇમ્યૂનિટી મેળવી લે તેવી આશા જાગી છે.
કેન્દ્ર સરકારની હેલ્થ મિનિસ્ટ્રીએ સિરો સર્વે જાહેર કર્યો તે 27 જુનથી 10 જુલાઇ દરમિયાન કરવામાં આવ્યો હતો. આ સર્વે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અને દિલ્હી સરકાર સાથે મળીને કર્યો હતો. સિરો સર્વેમાં દિલ્હીના 11 જિલ્લાના આવરી લેવામાં આવ્યા હતા. સર્વેમાં કેટલાક પસંદ કરેલા લોકોના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા.