ઈઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદનાં સિક્રેટ એજન્ટો દ્વારા ઈરાનનાં તહેરાનમાં અલ કાયદાનાં મોસ્ટ વોન્ટેડ નંબર -ટુ આતંકી અબ્દુલ્લા અહમદ અબ્દુલ્લાને ઠાર કરવામાં આવ્યો છે. અબ્દુલ્લાને ૭ ઓગસ્ટે ઠાર કરાયો હતો પણ તેની જાહેરાત શનિવારે કરાઈ હતી. આ ઘટનામાં અબ્દુલ્લાની સાથે તેની પુત્રી અને ઓસામા બિન લાદેનનાં પુત્ર હમઝાની વિધવાનું પણ મોત થયું હતું. ૫૮ વર્ષનો અબૂ મોહમ્મદ મસરી ઉર્ફે અબ્દુલ્લા અહમદ અબ્દુલ્લા ઈરાનનાં તહેરાનમાં રહેતો હતો. તેની સામે ૨૨ વર્ષ પહેલા ૧૯૯૮માં આફ્રિકામાં અમેરિકાનાં બે દૂતાવાસો પર બોમ્બ દ્વારા હુમલો કરવાનાં માસ્ટર માઈન્ડને મદદ કરવાનો આરોપ હતો. અલ કાયદાનાં નંબર વન ઝવાહીરી પછી અબ્દુલ્લા નંબર ટુ કમાન્ડર હોવાનું ચર્ચાતું હતું.