અમે અવકાશમાં ગૂમ થયેલા કોમ્યુનિકેશન સેટેલાઈટ જી-સેટ 6-એ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ અને ટૂંક સમયમાં તેની સાથે સંપર્ક સધાશે તેમ ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઈસરો)એ એક નિવેદનમાં જણાવ્યું છે. સેનાનું કોમ્યુનિકેશન વધારવા આ સેટેલાઇટ સાથે લોન્ચિંગ પછી સંપર્ક તૂટી ગયો હતો. અવકાશમાં ગૂમ થયેલ આ સેટેલાઇટ કોમ્યુનિકેશન માટે અતિમહત્વનો હતો.