ગુજરાતમાં અમદાવાદ, બનાસકાંઠા, ખેડા, આણંદ સહિતના વિસ્તારોમાં આજે (27 જુલાઈ) અતિભારે વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 58 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ વિસ્તારમાં 64 ટકા અને સૌથી ઓછો સૌરાષ્ટ્ર વિસ્તારમાં 54 ટકા વરસાદ થયો છે. જેમાં અમદાવાદના દસક્રોઈ તાલુકામાં 10 ઇંચ વરસાદ વરસ્યો છે.