ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે, ખાસ કરીને અમદાવાદ શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. મોડી રાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે શહેરના પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાયા છે. સવારે 10 વાગ્યા સુધીમાં શહેરમાં સરેરાશ અઢી ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે, જેના પગલે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઇ જતાં ઘર-દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના નીચાણવાળા ભાગોમાં જળબંબાકરની સ્થિતિ સર્જાઇ છે. અઢી ઇંચ જેટલા વરસાદે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખોલી દીધી છે.