Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિવાળીની પૂર્વ સંધ્યા અને ધનતેરસના પર્વ ટાણે જ પાકિસ્તાની સેના દ્વારા સરહદી વિસ્તારોમાં અંધકાર ફેલાવવાનું કુકૃત્ય આચરવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીરના ગુરેઝથી ઉરી સેક્ટર સુધી એલઓસી પર કોઇપણ પ્રકારની ઉશ્કેરણી વિના યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી પાકિસ્તાની સેનાએ સરહદી ચોકીઓ અને ગ્રામીણ વિસ્તારો પર કરેલા અંધાધૂંધ મોર્ટારમારા અને ગોળીબારમાં ભારતીય સેનાના ૪ જવાન અને બીએસએફના એક સબ ઇન્સ્પેક્ટર શહીદ થયાં હતાં, જ્યારે ૬ નાગરિકનાં પણ મોત નીપજ્યાં હતાં. પાંચ જવાન સહિત ૧૦ નાગરિકને ઇજા પહોંચી હતી. પાકિસ્તાની સેનાની આ નાપાક હરકતનો જડબાતોડ જવાબ આપતાં ભારતીય સેનાએ પણ વળતા હુમલા શરૂ કરી દીધા હતા. ભારતીય સેનાની જવાબી ફાયરિંગમાં પાકિસ્તાની સેનાના ઓછામાં ઓછા ૮ સૈનિક માર્યા ગયા હતા. જેમાં પાકિસ્તાનની સેનાના સ્પેશિયલ સર્વિસ ગ્રૂપના ૩ કમાન્ડોનો સમાવેશ થાય છે. પાકિસ્તાની સેનાના ૧૦-૧૨ જવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ