કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે CWCની બેઠકમાં રાહુલ ગાંધીના એક કથિત નિવેદન પર કટાક્ષ કરતા કહ્યું કે તેમણે છેલ્લા 30 વર્ષોમાં ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં એક પણ નિવેદન પણ નથી આપ્યું, તેમ છતા પણ અમે ભાજપ સાથે સાંઠગાંઠ કરી રહ્યા છે.
કપિલ સિબ્બલે વકીલ તરીકે પણ પણ કોંગ્રેસની સેવા કર્યાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, રાહુલ ગાંધીનું કહેવું છે કે, અમે ભારતીય જનતા પાર્ટી સાથે સાઠગાંઠ કરી રહ્યા છીએ. રાજસ્થાન હાઈકોર્ટમાં કોંગ્રેસ પાર્ટી તરફથી કેસ લડીને સફળતા અપાવી. મણિપુરમાં ભાજપની વિરુદ્ધમાં સમગ્ર તાકાથી પાર્ટીનો બચાવ કર્યો હતો. છેલ્લા 30 વર્ષોમાં ભાજપની તરફેણમાં મેં એક પણ નિવેદન નથી આપ્યું. તેમ છતા પણ અમારા પર ભાજપ સાથે સાંઠગાંઠ હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
પ્રાપ્ય માહિતી અનુસાર પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલાબ નબી આઝાદે પણ રાહુલ ગાંધીના આરોપ બાદ રાજીનામું આપી દેવાની વાતનો ઉલ્લેખ કર્યો છે. તેમણે પણ રાહુલ ગાંધીની ભાજપ સાથેની સાંઠગાંઠ વાળી વાત પર નારાજગી વ્યક્ત કરતા બળાપો કાઢ્યો છે. તેમણે કહ્યું કે, જો રાહુલ ગાંધી મારી ભાજપ સાથેની સાંઠગાંઠની વાત સાબિત કરી આપે તો હું પાર્ટીમાંથી તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દઉં.