આજે કારગિલ વિજય દિવસ (Kargil Vijay Divas)ના 21 વર્ષ પૂરા થયા છે. 1999માં આજના દિવસે જ ભારતીય સેનાએ આ યુદ્ધમાં વિજય મેળવ્યો હતો. રક્ષામંત્રી રાજનાથ સિંહ, સીડીએસ બિપિન રાવત અને ત્રણેય સેના પ્રમુખોએ દિલ્હીના નેશનલ વોર મેમોરિયલમાં અમર જવાનોને શ્રદ્ધાંજલિ આપી. આજના દિવસને કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના સન્માનમાં ઉજવવામાં આવે છે.
કારગિલ વિજય દિવસના અવસર પર રક્ષામંત્રી રાજનાથ સિંહે વીર જવાનોને વંદન કર્યું છે. તેમણે જણાવ્યું કે, કારગિલ વિજય દિવસ માત્ર એક દિવસ નથી પરંતુ ભારતીય સેનાના શૌર્ય અને પરાક્રમનો વિજ્યોત્સવ છે.
રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, રાષ્ટ્રીય સુરક્ષાની મર્યાદામાં આુણે જે પણ કરીએ છીએ તે હંમેશા માટે આત્મરક્ષા માટે કરીએ છીએ, આક્રમણ માટે નહીં. જો દુશ્મન દેશે ક્યારેય હુમલો કર્યો તો આપણે સાબિક કરી દીધું કે કારગિલની જેમ આપણે તેમને જડબાતોડ આપીશું.
રક્ષામંત્રીએ અગાઉ ટ્વીટ કર્યું હતું કે, કારગિલ વિજય દિવસની 21મી વર્ષગાંઠ પર હું ભારતીય સેનાના બહાદુર સૈનિકોને સલામ કરવા માગું છું જેમણે સૌથી પડકારજનક સ્થિતિમાં દુશ્મનોનો સામનો કર્યો જે દુનિયાના ઈતિહાસમાં ક્યારેય થયું નથી.