Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પુરુષોની લાંબી ઉમર માટે અને સારા સ્વાસ્થ માટે જરૂરી ગણાતું કરવા ચોથનું વ્રત પુરુષોને સ્ત્રીઓ કરતા મુલ્યવાન અને વધારે કીમતી બનાવે છે. તો પછી આ સ્ત્રીઓનો ઉત્સવ કેવી રીતે થયો?

પતિની ઉમરનું ' લાઇસન્સ રીન્યુ 'કરવા માટેનો તહેવાર આજે ફરી આવી ગયો છે. ગયા એક અઠવાડિયાથી આખું ઉત્તરભારત કરવા ચોથની તૈયારીઓમાં લાગી ગયું છે. બહાર બજારમાં કરવા ચોથની રોનક દેખાઈ રહી છે તો ઘરમાં ટીવી પર તો પૂછવાનું જ શું હોય !! છેલ્લા થોડા વર્ષોમાં, બજારના અતિ ઉત્સાહના પરિણામ રૂપે આપણે જોઈ શકીએ છીએ કે આજે અમીર-ગરીબ દરેક વર્ગની સ્ત્રીઓ પોતાના પતિના દીર્ધાયુષ્ય માટે આ વ્રત કરે છે. આ તહેવારના મહિમાના કારણે આજકાલ પત્નીઓ પોતાના પતિશ્રીઓ માટે કોઈ નવીનતમ ભેટ સોગાદો પણ લાવતી જોવા મળે છે.

કરવા ચોથથી જોડાયેલી વાતો અને બજારના અપપ્રચાર એવા મેસેજ આપી રહ્યા છે કે આ તહેવારએ સ્ત્રીઓનો તહેવાર છે. પરંતુ શું તે ખરેખર છે? આ તહેવારનું સામાન્ય વિશ્લેષણ સમજી શકાતું નથી. તેના બદલે, ધ્યાનથી વિચારીએ તો ખ્યાલ આવશે કે આ તથ્ય સાવ ઊંધું છે.

કરવા ચોથ અથવા બીજા કોઈ પણ તહેવાર જે સ્ત્રીઓના આધિપત્ય વાળા છે તેમાં સ્ત્રીઓનું લોહી ચોક્કસ ઉકળવુ જોઈએ. તેમના મનમાં અશાંતિ અને ગુસ્સો વધવો જોઈએ, કારણ કે આ તહેવાર પુરુષને સ્ત્રીથી વધારે મુલ્યવાન અને કીમતી બનાવે છે. શુદ્ધ સંસ્કૃતિ પ્રેમી વૈવાહિકો કરવા ચોથને આ રીતે વ્યાખ્યાયિત કરી શકે છે, આ એક તંદુરસ્ત અને અનન્ય પરંપરા છે જ્યાં પત્ની તેના જીવનસાથીના લાંબા જીવન માટે ઉપવાસ કરે છે. પરંતુ તેઓ આ પરંપરાને ફક્ત એકપક્ષીય રીતે જ જોવે છે.

આ પરંપરા એજ સમયે અસુરક્ષિત અને ભેદભાવથી ભરેલી હોય છે જ્યારે કોઈ સ્ત્રી, પુરુષના લાંબા જીવન અને સારા સ્વાસ્થ્ય માટે વ્રત કરે છે. આવું જ વ્રત માતાઓ પણ પુત્રો માટે કરે છે. જો માતા-પિતા બંને પુત્રીઓ માટે આ વ્રત કરે છે અને પતિ પણ પત્નીના લાંબા આયુષ અને સારા સ્વાસ્થ માટે આ વ્રત કરે તો શું તેને અનન્ય પરંપરા ન ગણી શકાય ? જોકે આજકાલ કેટલાક સાસુ પતિઓએ પત્નીઓને ટેકો આપવા નિર્જળા ઉપવાસ કરવાનું શરુ કર્યું છે. પરંતુ આ તેમનો વ્યક્તિગત નિર્ણય છે.

આ રહસ્યમય વ્યંગ છે કે કરવા ચોથ જેવો તહેવાર એ ભયંકર જાતીય ભેદભાવવાળી ધાર્મિક વિધિના કારણે આજના સમયમાં પણ પ્રચલિત બની રહ્યો છે. શિક્ષણના સ્તરમાં ઝડપથી વધારો થયો છે અને લિંગ ભેદભાવ અંગે સભાન હોવા છતાં, આજે પણ માતા પુત્રો અને પતિ માટે ઉપવાસ કરવાનું ભૂલી નથી. હદ તો ત્યાં થઇ જાય છે કે તેઓ આ વ્રત ના કરી શકવાને કારણે પોતાને દોષિત માની બેસે છે. જો તેમને ઉપવાસ ના કરવાનો ગુનો મહેસૂસ ના થયો હોય તો આપણો સમાજ પૂરી નિષ્ઠાથી તેઓને મહેસૂસ કરાવી દે છે.

પતિ અથવાતો પુત્રો માટે વ્રત ના રાખી શકનાર મહિલાઓને દોષી હોવાનું મહેસૂસ કરાવવા માટે એકલો સમાજ હોતો નથી પણ તેમનો સાથ આપવા માટે બજાર પણ હોય છે. બજાર પાસે ખરેખર કેટલાક અકલ્પનીય હથિયાર છે જેના દ્વારા તે દરેકની વિચારવાની શક્તિને નષ્ટ કરે છે. નહિતર કયા કારણો હોઈ શકે જે પોતાની ઓળખ અને સમાનતાના હક માટે આટલી સંવેદનશીલ હોવા છતાં, ભણેલી ગણેલી છોકરીઓની નવી પેઢી આ લિંગભેદી ધાર્મિક વિધિઓ છોડી દેવાને બદલે વધુ ઉત્સાહી છે. નવી પેઢીની સ્ત્રીઓ પાસેથી ઘણી વાર સંભાળવા મળે છે કે 'આ વ્રત કરવાથી આપણને આંતરિક રીતે ખુબજ સારું લાગે છે તેમજ સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે'. પુરુષોના સમાન હકો માટે લડત કરવાવાળી છોકરીઓ અને મહિલાઓનું તો લોહી ઉક્ળવું જ જોઈએ જે પોતાના પતિ અથવા તો પુત્ર માટે વ્રત કરે છે કારણકે આ વ્રત એ પુરુષોને સ્ત્રીઓ કરતા વધારે મુલ્યવાન અને મહત્વ પ્રદાન કરે છે.

હિંદુ ધર્મમાં ફક્ત પુત્રો અને પતિઓ માટે જ ઉપવાસ કરવાની જોગવાઈ છે. પુત્રીઓ, માતાઓ અને પત્નીઓ માટે નહીં આ એક સરળ લિંગભેદી પરંપરા છે જે ધર્મને અનુસરે છે. શું કોઈ પણ પરિવાર માટે ફક્ત પુરુષોનું શ્રેષ્ઠ સ્વાસ્થ્ય અને દીર્ધાયું આયુષ્ય જ મહત્વનું હોય છે ? શું પરિવાર માટે રાત દિવસ એક કરવાવાળી સ્ત્રીઓ માટે સ્વસ્થ અને લાંબુ આયુષ્ય મહત્વહીન છે ?

જીવનનું અંતિમ સત્ય એ છે કે સ્ત્રીઓ અને પુરુષો એકબીજા સાથે તેમના સહયોગી ના રૂપમાં શ્રેષ્ટ જીવન વિતાવી શકે. આપણે સામાન્ય રીતે જોતા હોઈએ છીએ કે વિધવાઓ અથવા ત્યજી દેવાયેલી કે છૂટાછેડા લીધેલી સ્ત્રીઓ મોટા ભાગે
બીજા લગ્ન કરતી નથી. આવી સ્ત્રીઓ પોતે પોતાના બાળકોની જવાબદારીઓ ઉપાડી લેતી હોય છે. આ માટે જ મોટા ભાગના પુરુષો અસંવેદનશીલ ભોગવટા વૃતિવાળા હોય છે.

આવી સ્ત્રીઓ બીજા લગ્ન કરવા માટે જલદીથી તૈયાર થતી નથી તો સામે વિધુર અથવા છૂટાછેડા લીધેલ પુરુષ ઘણીવખત બાળકોની સારસંભાળ અને માતાપિતાના સેવાના નામ પર તરતજ બીજા લગ્ન માટે હોંશે હોંશે તૈયાર થઇ જતા હોય છે. તેનો અર્થ એ થાય કે સ્ત્રી બાળકોના સંભાળના સાથે સાથે નોકરી પણ કરી શકે છે પણ પુરુષ નોકરીની સાથે સાથે બાળકોને તેમજ ઘરને સાંભળવાની હિંમત દાખવી શકતો નથી.

આમ, આ ગણતરી જોઈએ તો પુરુષોને સ્ત્રીઓની વધારે જરૂરત હોય તેવું ચોક્કસ કહી શકાય. આમ છતાં, તેઓ એવું નથી વિચારતા કે પોતાની પત્નીઓ અને પુત્રીઓના સ્વસ્થ આરોગ્ય અને દીર્ધાયુષ્ય માટે નિર્જળા અથવાતો માત્ર પાણી ઉપરજ ઉપવાસ કરવો જોઈએ.

આમ, બજારની આક્રમકતાને પિતૃસતાત્મક રીતે પોતાના હિતમાં ફેરવી દીધી છે. લિંગભેદને સમર્થન આપવા માટે આ વધુ અસરકારક રીત છે. બધા અખબારો, સમાચાર ચેનલો એક સાથે કરવા ચોથ ના ઉપવાસને એ રીતે રજૂ કરે છે કે જાણે તે એક રાષ્ટ્રીય તહેવાર હોય. આપણા દેશ સિવાય, વિદેશમાં રહેતી ભારતીય પત્નીઓ પણ આ ઉપવાસને આદર સાથે ઊજવે છે. હકીકતમાં તેઓ જાણતી નથી કે તેઓ શું કરી રહી છે. તેઓ સ્વેચ્છાએ તેમજ ખુશીપૂર્વક પોતાના કરતા વધારે મહત્વ પુરુષને આપી રહી છે. હવે જે સ્ત્રી જાતિને પોતાની અથવા તો તેની પુત્રીના જીવનની કોઈ કિમત હોતી નથી, કે તેના માટે તે ઉપવાસ કરે તો ત્યાં લિંગભેદ શિકાર હોવાના અલગથી કારણો શોધી કાઢવાની કોઈ જરૂરત રહેતી નથી.

જે રીતે આપણા ત્યાં કરવા ચોથની ઉજવણી કરવામાં આવે છે, તે જોઈને તો એજ કહી શકાય કે આ તહેવાર ફક્ત અને ફક્ત પુરુષો માટેનો જ છે. જેમાં સ્ત્રીઓ પોતાના માટે કષ્ટ આપતી હોય.
અમે નવા પ્રકારની કરવા ચોથ માટે રાહ જોઈ રહ્યા છીએ જ્યાં પુરુષો પોતાની પત્નીઓ માટે સ્વેચ્છાએ વ્રત કરશે કે પછી, પુરુષ માટે જ નહિ પણ સ્ત્રીઓ જાતે પોતાના સ્વસ્થ અને દીર્ધાયુષ્ય માટે વ્રત કરે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ