અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઉન સાથે સિંગાપુરમાં બેઠક યોજાઇ હતી. આ પ્રથમ બેઠક 50 મિનિટ સુધી ચાલી હતી. સિંગાપુરના સેંટોસા દ્વીપમાં બંન્નેએ એકબીજા સાથે હાથ મિલાવ્યા હતા. અમેરિકાના કોઇ સત્તાધારિ રાષ્ટ્રપતિ પ્રથમવાર કોઇ કોરિયાઇ નેતાને મળ્યા છે. જ્યારે સત્તા સંભાળ્યાના 7 વર્ષ બાદ કિંમ જોંગ ઉન પ્રથમવાર આટલી લાંબી વિદેશ યાત્રા પર આવ્યા છે.