હવામાન વિભાગે આગામી 24 કલાક માટે મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત સમગ્ર પશ્ચિમ ભારતમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. જે મુજબ મુંબઈ અને ગોવા સહિત ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. મઘ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની ચેતવણી અપાઈ છે. હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી માટે 21-22 ઓગસ્ટે 75-100 ટકા કેન્દ્રો પર વરસાદની ચેતવણી જાહેર કરાઈ છે.