બિહારમાં વિધાનસભા ચૂંટણીના બરાબર પહેલા લાલૂ પ્રસાદ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળને મોટો ફટકો પડ્યો છે. પાર્ટીમાં લોલુ પ્રસાદના ખાસ એવા રઘુવંશ પ્રસાદ સિંહે રાજીનામું આપી દીધું છે. તેમણે લાલુ પ્રસાદ યાદવને પત્ર લખીને પોતાનું રાજીનામું સોંપ્યું. માનવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રીય જનતા દળમાં તેજસ્વી યાદવ પોતાનું મનસ્વી પણું ચલાવી રહ્યા હોવાના કારણે રઘુવંશ પ્રસાદ છેલ્લા થોડા સમયથી તેમનાથી નારાજ હતા.
રઘુવંશ પ્રસાદના વિરોધી રામા સિંહની આરજેડીમાં એન્ટ્રી થયા બાદથી જ તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ત્યાર બાદ અનેક વખત તેમના મનાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પરંતુ આજે તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.