રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન ડિસેમ્બરમાં ભારતની મુલાકાતે આવશે. ક્રેમલિનના વરિષ્ઠ અધિકારી યુરી ઉષાકોવે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પુતિન સોમવારે ચીનમાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં મળશે, જ્યાં ડિસેમ્બરમાં તેમની મુલાકાતની તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે પહેલાથી જ સંકેત આપ્યો હતો કે પુતિન ટૂંક સમયમાં ભારતની મુલાકાત લેશે. જોકે, તે સમયે તારીખો નક્કી કરવામાં આવી ન હતી. ડોભાલે કહ્યું હતું કે ભારત-રશિયા વચ્ચે ખાસ અને લાંબા સમયથી ચાલતા સંબંધો છે, જેને બંને દેશો મહત્વ આપે છે.