-
એક એવો વિડિયો વાયરલ થયો છે જેમાં એક ગાયને જંગલમાં જ્યાં સિંહો હોય છે તે સ્થળે ઝાડ સાથે બાંધેલી છે. થોડીવારમાં 3 સિંહણો આવે છે અને ગાય પર તૂટી પડે છે. ગાય જીવ બચાવવા આમતેમ દોડે છે પણ 3 સિંહણો સામે તે લાચાર થઇ જાય છે અને છેવટે તે તેમનો ખોરાક બની જાય છે. સમગ્ર ઘટનાનું લાઇવ વિડિયો રોકોર્ડિંગ કરવામાં આવ્યું છે. આ ઘટના ગુજરાતના ગીરના જંગલની હોવાનું મનાય છે. કેમ કે ગીરના જંગલમાં છેલ્લાં કેટલાક તત્વો પૈસા લઇને આ રીતે પશુઓને બાંધીને સિંહો તેના પર હુમલો કરતાં હોય તેવા લાઇવ કાર્યક્રમો ગેરકાયદે યોજી રહ્યાં છે. ગૌ હત્યા માટે બલિદાન આપતાં ગૌરક્ષકોએ આ વિડિયો ઉતારનાર તત્વોને શોધીને પોલીસના હવાલે કરવા જોઇએ એવી એક લાગણી પ્રવર્તી રહી છે.