Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

માણસના જીવનમાં અનેક વિચિત્ર ઘટના બને છે. કેટલીક એવી પળ આવે જેના લીધે એકલતાનો અહેસાસ થતો હોય છે. સાવ નરી એકલતાનો પ્રકાશ રાત્રિના ઓરડામાં ઝબૂકતો હોય ત્યારે જીવનની આસપાસ રચાતા દ્ર્શ્યો બરાબર સમજાય તો જીવનના બધા કોરા પાના ભીના થઇ જાય છે.

એકલતા સહન કરનારમાં સમજણ કેળવાય છે. પ્રેમ થયાની માણસ પાસે યાદો હોય, વાંચન અને લેખનનો શોખ હોય ત્યારે ગમે તેવી એકલતા સહન કરવાની શક્તિ પ્રગટી ઉઠે છે. પ્રિયજનની યાદમાં હૃદય ધબકાવું એ સોનેરી ઘટના છે. કેમ કે એકલતાના ખંડમાં ચમકતો પ્રકાશ તો જીવનના ઉત્સવને માણવા માટેનો અવસર છે.

સ્ત્રી માટે એકલતા સહન કરવી એ આગ બરાબર છે. સ્ત્રીને સાંપડેલ પ્રેમ એકલતાના સમયે વધારે પીડા આપનાર સાબિત થાય છે, એકબીજા પ્રેમી વિખુટા પડ્યા પછી પ્રેમને પીડામાં તબદીલ કરે છે. ત્યારે સ્ત્રી માટે પ્રેમ પીડા બની જાય છે. એકલતામાં જીવન દાઝતું હોય છે ત્યારે દરેક ક્ષણ કષ્ટદાયક લાગતી હોય છે. પ્રેમ પામ્યા બાદ એકલા રહેવાનો અવસર કિસ્મતમાં સાંપડે તો યાદનાં આધારે જીવી જવાતું હોય છે. પ્રેમમાં એવી શક્તિ છે કે જીવનનો થાક દૂર કરી દે છે. કવિ સુરેશ દલાલે ડેવિડ ઇગ્નાતોની કવિતાનો અનુવાદ કર્યો છે. ડેવિડ ઇગ્નાતોએ ગાયું છેમધરાતનો સમય છે, મકાન શાંત છે. દૂરથી સંભળાય છે વાદ્ય સુંવાળપથી વગાડતું. હું એકલો છું અને જાણે કે ઘીમા સંગીતના સૂરમાં દુનિયાનો અંત આવતો હોય એમ લાગે છે, અસ્તિત્વનો આકાર બદલવા માટેની ગડમથલ થતી હોય છે. રાહી માસુમ રઝાની કવિતા યાદ આવે છે-

બનેગી ફિર કોઈ દુનિયા કિ આદમી અબ

ખુદા કિ તરહ અકેલા દિખાઈ દેતા હૈ

ઉસ કશ્તી કો કિસને પૂછા, ક્યાં ગુજરી તુફાનો મેં

જિસને ન જાને કિતને મુસાફિર અબ તક પાર ઉતારે હૈ

હમ ન સોયે રાત થક કર સો સો ગઈ

દરેક માણસને એકલતા હેરાન- પરેશાન કરી મૂકે છે. કવિવર રવીન્દ્રનાથ ટાગોર માટે મૃત્યએ કવિતા ન હતી પરંતુ મૃત્ય પછી એકલતા આવી તેમાં કવિતાનું શાસ્વત સત્ય પ્રગટી ઉઠ્યું હતું. માનવીના હૃદયમાં પ્રેમ પડેલો છે. પ્રેમ પ્રગટે એ જીવનની મૂલ્યવાન ચીજ છે. રવીન્દ્રનાથે કાદંબરીદેવીના મૃત્ય પછી ચાર પ્રિયજનના મૃત્યનો સામનો કર્યો હતો. કવિવર માટે કાંદબરીદેવી હૃદયનો ધબકાર હતો, પ્રેમનો બગીચો હતા. કાંદબરી દેવીના મૃત્યુ બાદ રવીન્દ્રનાથ ટાગોરના જીવનમાં ભયાનક એકલતા આવી હતી તેમણે તે માંથી એક નવા સત્યની શોધ કરી હતી. વિક્ટોરિયા ઓકામ્પો રવીન્દ્રનાથના પ્રેમમાં હતા. એકવાર વિક્ટોરિયા ઓકામ્પોને પત્ર લખીને કહ્યું હતુંતે અનેકવાર જોયું છે કે હું ઘરને યાદ કરું છું પણ ભારતને કારણે નહીં પણ મારા હૃદયમાં એક અવિરત સત્ય છે જેમાં હું મારી અંતરત્તમ સ્વતંત્રતા પર એક માત્ર મારા પરમેશ્વરનો અધિકાર છે, પ્રેમ માણસને જીવંત રાખે છે. એકલતા ભૂતકાળ તરફ લઇ જાય છે. યાદનો દરિયો રચાય અને હોઠમાંથી મૌનનો પ્રકાશ દીપી ઉઠે ત્યારે જીવન સાથેનો સંબંધ વિશે ખ્યાલ આવે છે. રવીન્દ્રનાથે ગાયું છે-

પ્રકાશ, મારો પ્રકાશ

દુનિયાને ભરી દેતો, આંખોને

ચૂમતો,

હૃદયને મધુર બનાવતો પ્રકાશ

મારા જીવનની વચ્ચે નૃત્ય કરતો

પ્રકાશ,

મારા પ્રેમના સૂર છેડતો પ્રકાશ

આકાશ ખૂલતું,વંટોળ વાતો અને

ધરતી પર હાસ્ય છવાતું

પતંગિયા તેમના સઢ પ્રસારતા

પ્રકાશને દરિયે ,

પોયણી અને જૂઈ ઉભરાતી

પ્રકાશનાં મોજાંએ.

દરેક વાદળ પર સુવર્ણ થઇ વેરાતો

પ્રકાશ, અને અગણિત રત્ન વરસાવતો પ્રકાશ.

એકલતા સમય પસાર કરવા માટે નથી, તે જીવનનો અર્ક શોધવા માટે છે. દરેક માનવીના હૃદયમાં એક વિશ્વ છુપાયેલું છે. એકલતા વચ્ચે ભાવભીનું વિશ્વ પડેલું છે, હૃદયના ઊંડાણનો અવાજ સાંભળવા માટે એકલતા ઘણી મહત્વ છે.

લાંબા ગાળાની એકલતા માણસને પશુ બનાવી નાખે છે. ભીડ ભરી દુનિયામાં માણસ ખોવાઈ ગયો છે પરંતુ એકલતા જીવનને શોભિત કરે છે. જે માણસને એકલતા સહન કરતાં આવડે છે તે જીવનની દિશા સરળતાથી શોધી શકે છે અને પોતાનામાં છૂપાયેલી સર્જનાત્મક શક્તિ જાણી શકે છે.

એકલા રહેવાથી જીવન શું છે તેનો ખ્યાલ આવે છે. માણસ મોટા ટોળા પાસેથી કે વર્ગખંડમાં જેટલું શીખી શકતો નથી એટલું એકલતા ભરી પળમાં શીખી શકે છે. બંગાળી સાહિત્યકાર શરતચન્દ્ર ચટ્ટોપાધ્યાયે સુવિખ્યાત નવલકથાદેવદાસમાં પાર્વતીની એકલતા વિશે સુંદર રીતે લખ્યું છે. દેવદાસ પાર્વતીને એકલતા ભર્યા દિવસોમાં પત્ર લખે છે ભાવાનુવાદ એવો થાય છેદુઃખ માત્ર તે છે કે મારા કારણે દુઃખ ભોગવી રહી છે. કોશિશ કર મને ભૂલી જવાની. દિલથી આશીર્વાદ આપું છું કે તું મને ભૂલી જા’’. સ્ત્રી અને પુરુષની એકલતામાં ફર્ક છે. પુરુષ પીને પોતાનું શરીરનું બેલેન્સ ગૂમાવે છે, સ્ત્રી ખાઈને શરીરનું બેલેન્સ ગુમાવે છે. અર્થાત સ્ત્રી માટે એકલતા ડુસકા ભરી રાત છે. પુરુષ માટે ખામોશીનો દરિયો છે. જીવનના સરવાળા- બાદ બાકી કરવામાં ઘણી મજા નથી પરંતુ વતર્માન ક્ષણ વિશે વિચારવું એ જીવનની  કિતાબને રંગીન અક્ષ્રરોથી મઢી નાખે છે. એકલતા ભરી પળમાં જીવનની કિતાબ વાંચવાનો સમય મળે છે. જીવનનું માપ સ્કેલથી કે પૈસાની ગણતરી કરવાથી થઇ શકતું નથી. જીવન એ તપસ્યા છે. એકલતા ભર્યા દિવસો જીવનને માણવા માટે, જીવનના કોરા પાના પર સુખના અક્ષર પાડવા માટે સૂચન કરે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ