Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

માણસનું હૃદય પવિત્રતા ઇચ્છતું હોય છે તે માનવતાનો ઉત્તમ ગુણ છે. જયારે માણસમાં દયા ન  હોય  ત્યારે માણસનાં અસ્તિત્ત્વ સામે ખતરો ઉભો થાય છે તેવા સમયે જીવન અર્થહિન બની જાય છે. માણસમાં વૃક્ષ જેટલી સહનશીલતા હોવી જોઈએ. વૃક્ષ જેવા ગુણો વિકસે તો માનવતાની જ્યોત પ્રગટે છે.

માણસની જિંદગી વિકરાળ બનતી જાય છે. સાથે સાથે માનવતાનો સ્ત્રોત હૃદયમાંથી સૂકાઈ રહ્યો છે. માનવતા ન હોય  ત્યાં  માત્ર માણસ એકલો રહે છે. માનવતા ન હોય ત્યાં ઈશ્વરનો વાસ હોતો નથી. માત્ર હાડ માંસમાંથી બનેલો માણસ  ક્યારે ઈશ્વરને પ્રિય ન હોય. પૂર્ણ રીતે માણસ હોવું એટલે માનવીય ગુણ હોવા. માણસ હોવું એ સામાન્ય વાત નથી.  આ વાતનો માણસને  અંદરથી એટલે કે હૃદયનાં તળિયાથી ખ્યાલ આવે તો જીવન રૂપાળું બની જાય અને  સુખનો  બગીચો ઉભરાઈ જાય. એવો અહેસાસ થાય ત્યારે માનવતાભર્યા દિવસોની શરૂઆત થાય છે. ભીતરનો અવાજ ઘણો શાંત હોય છે, શાંત અવાજ ઘણો મધુર હોય છે. ભીતરનાં એક -એક  ધબકાર સાંભળવા માનવીમાં માનવ થવાની કાબેલિયત હોવી જોઈએ.

માણસમાં ઘણી બધી નબળાઈ આવી ગઈ છે તેના કારણે માણસ હોવાનો અહેસાસ થતો નથી. આપણે કેટલીક વખત નજીવા સ્વાર્થ માટે માનવતાનો ધર્મ ચૂકી જઈએ છીએ. માનવતાનો ધર્મ ચૂકીએ તો જીવનની સાર્થકતા ગુમાવીએ છીએ.

જ્યારે અહંકાર હોય ત્યારે માણસની પ્રાર્થના ઈશ્વરનાં ઘર સુધી પહોંચી શકતી નથી. અહંકાર હૃદયમાં કોમળતાની નદી વહેવા દે નહીં, નમ્રતાનો ફાલ ફાલવા દે નહીં !  માનવતાવાદી વિચાર હોય અને હૃદયમાં શુધ્ધિકરણની ધારા વહેતી હોય તો જીવન પ્રકાશમય બની જાય છે. નવજીવન પ્રકાશ મંદિરે આધ્યાત્મકવાદી એવા કેદારનાથજીની જન્મશતાબ્દીની ઉજવણીનાં ભાગરૂપે તેઓનાં વિચારનું પુસ્તકો પ્રગટ કર્યું છે.  જે પુસ્તકમાં  ‘વિવેક અને સાધના’ નામનાં પુસ્તકમાં કેદરનાથજીએ લખ્યું છે, ‘વિશ્વ શક્તિમાંથી, ઈશ્વર શક્તિમાંથી પ્રગટ થઈને પોતાના સુધી આવી પહોંચેલું આ માનવતાનું દાન અધિક શુધ્ધ અને માનવીય  સદગુણોની અધિક સમૃધ્ધ કરીને ભવિષ્યની પ્રજાના કલ્યાણ માટે માનવજાતિને સમર્પણ કરવું જોઈએ. આમાં જ માનવતાનું અને માનવજાતિનું ગૌરવ છે. તત્ત્વજ્ઞાનની પરિસીમા આમાં જ છે.’

માણસની પાસે સરળતાભર્યા ગુણ હોય તો તે સફળતાની સીડી પર ઝડપભેર ચડે છે. માણસમાં કોઈ દિવસ અધિકાર જમાવાની વૃત્તિ ન હોવી જોઈએ. અધિકાર જમાવાની વૃત્તિનાં કારણે માણસ લઘુગ્રંથિથી પીડાતો હોય છે  તે લીધે  માણસ ઊંડા દુઃખનાં ખાડામાં પડી જાય છે. તેમાંથી બહાર નીકળી શકતો નથી. કારણ કે માણસને માણસ હોવાની દરકાર નથી.  જ્યાં જિંદગીનાં મનગમતા ગુલાલરૂપી પુષ્પો ખીલી શકતા નથી, ત્યાં સંતોષકારક સુખનાં બીજ ઉગતા નથી. કેદારનાથજી બીજી એક મહત્ત્વની વાત કહે છે. વિશ્વનાં અખંડ કારભારમાં દરેક જીવ પોતાના ‘અહં’ને કારણે પોતાનું જુદાપણું અનુભવે છે. તો પણ તેનાથી નિર્માણ થયેલી પ્રજાને રૂપે, તેની જાતિને રૂપે જીવપરંપરા કાયમ રહે છે. તેનો  ‘અહં’ વારસો પણ ચાલુ રહે છે. આ ‘અહં’ પણ વિશ્વમાન સુપ્ત ગુણધર્મનું એક સ્પષ્ટ સ્વરૂપ હોવું જોઈએ... માણસના હૃદયમાં એક પ્રકારનો અંધાપો છે.

સાચ્ચા માણસને કોઈ સાબિતી આપવી પડતી નથી. માણસ  વિચારવંત બને તે માટે તેનામાં સદાચારના ગુણ કેળવાય ત્યારે સમાન વિચારધારા નિર્માણ પામે છે. સાર્ત્ર નામના ચિંતકે ‘બિઈંગ એન્ડ નથિંગનેસ’ જેવું વિશ્વ વિખ્યાત પુસ્તક લખેલું. આ પુસ્તકમાં  માનવ સમાજને ધ્યાનમાં રાખીને ઘણું બધું લખ્યું છે. માણસના અંદર રહેલી ચેતના એવો જીવ છે. જે માણસના અસ્તિવ સામે સવાલો કરે છે. માણસનો માણસ સાથેના સંબંધ સ્પષ્ટ હોવો જોઈએ, શુધ્ધ હોવો જોઈએ. માણસ પાસે કશું ન હોય પણ માનવતા હોય તો  પણ  માણસ હોવાને  લાયક ઘણાય છે. માનવતા હોય તો શાંતિનું સર્જન નિર્માણ કરી શકાય છે અને પોતાના જીવનની સ્વતંત્રતા વિશે ખ્યાલ આવે ત્યારે જિંદગી નવી ખોજ કરવા માટે તત્પર થવાય છે.

માણસ ઘણી વખત પ્રેમ કરવા માટે લાયક બની શકતો નથી.  માણસમાં પ્રેમ કરવાની હિમ્મત હોય અને તેને તે પવિત્ર રીતે નિભાવે ત્યારે માણસ હોવાના ગુણો આપમેળે પ્રગટી ઉઠે છે.

હજારો વરસ પૂર્વે લખાયેલા ‘પ્રશ્નોપનિષદ’ નામના ગ્રંથમાં લખ્યું છે, ‘જે અસત્યો બોલે છે તે મૂળ માંથી જ સૂકાઈ જાય છે.’ અર્થાત નાશ પામે છે. પ્રેમરૂપી સંબંધમાં જૂઠની ભેળસેળ થાય ત્યારે પ્રેમની સંસ્કારિતા ખંડેરાઈ જાય છે. કારણ કે પ્રેમ મંદિરમાં બિરાજે છે, મસ્જિદમાં બિરાજે છે. ઈશ્વર સાથે તેનો સીધો સંબંધ છે. પ્રેમમાં ભેળસેળ સ્વાર્થ કે બનાવટ હોવો  તે તેને માનવતાવાદી માણસ બનતા અટકાવે છે.

     જીવનમાં ક્યારેય  કોઈને છેતરતા શીખશો નહીં. સામેની  વ્યક્તિને પીડા પહોંચાડતા પહેલા સો વખત વિચાર કરજો. કેમ કે તમે કોઈને છેતરો છો ત્યારે હૃદયમાં પડેલી માનવતા શરમાય છે. માણસ કોઈને છેતરવાની કોશિશ કરે છે ત્યારે જીવનની બધી પવિત્રતા નેવે મૂકે છે.

     કોઈને બનાવટી પ્રેમ કરશો નહીં. જૂઠો પ્રેમ કરીને કોઈ દિવસ સુખી થઈ શકાય નહીં. માણસ જૂઠો પ્રેમ કરે છે. ત્યારે ઈશ્વરની નજરમાંથી ઉતરી જાય છે. એટલા માટે કોઈ દિવસ લોભામણો પ્રેમ કરશો નહીં. સામેના પાત્ર પર અધિકાર જમાવાની ક્યારેય  કોશિશ કરશો નહીં. અધિકાર જમાવાની કોશિશ કરશો તો પ્રેમ લાંબો સમય ટકી શકશે નહીં.

     જીવનમાં કોમળ બનીને જીવવાથી ઘણી બધી આત્મશાંતિ મળે છે. નમ્ર બનીને જીવવાથી હૃદયમાંથી ચાલબાજી નીકળી જાય છે. અહંકારનો વિનાશ થાય છે. માણસનાં જીવનમાંથી અહંકાર નીકળી જાય ત્યારે માણસ નવા વિશ્વ તરફ પ્રયાણ કરે છે. કઠોર બનીને જીવવું સાચ્ચા માણસનું કામ નથી. કોમળ બનીને જીવવું એ માનવતાનો ગુણ શ્રેષ્ઠ છે.

     પૈસાથી મિત્રો ખરીદવા આસાન છે પણ  એવા મિત્રોને સંકટ સમયે દૂર જતા વાર થતી નથી. સ્વાર્થનાં કારણે બંધાયેલી દોસ્તી ઝાઝો સમય ટકતી નથી. સ્વાર્થ માણસનો દુશ્મન છે. જે જીવનને અવળે રસ્તે ચડાવે છે. સ્વાર્થ માણસને આંધળો બનાવે છે. અને જીવનને અંધકારની ખીણમાં ધકેલી દે છે.

     જીવનમાં કોઈ પણ સંજોગોમાં  મનભેદ થાય તેવો વ્યવહાર કરશો નહીં. મનભેદ હોય ત્યાં માણસ વચ્ચે સુમેળભર્યાં સંબંધ વિકસી શકે નહીં. શંકા જેવા દુર્ગુણ ઊભા થવાની સંભાવના રહે છે.

વર્ષ 1962માં ગુજરાતી ભાષામાં એક પુસ્તક પ્રકાશીત થયું. એ પુસ્તકનું નામ ‘શ્રી વીર વચનામૃત’ આખા પુસ્તકમાં ભગવાન મહાવીર સ્વામીની વાણી છે. પરંતુ તેમાં માણસના હૃદયના બંધ દરવાજા કેવી રીતે ખોલવા તેના વિશે સમજાવામાં આવ્યું છે. આ પુસ્તકમાં માનવતાના મંદિરે બિરાજે તેવાં રૂપાળા શબ્દોની સાથે વાસ્તવિકતા ભરી અનેક કરવામાં આવી છે. શબ્દોની કોમળતા સાથે માનવતા જોડવામાં આવી છે અને માણસને યોગ્ય મૂકામે પહોંચવા માટેનો  માર્ગ દેખાડવામાં આવ્યો છે. તેમાં લખ્યું જ છે કે ,“પોતાના સ્વાર્થને માટે કે બીજાનાં લાભને માટે, ક્રોધથી કે ભયથી, કોઈની હિંસા થાય એવું અસત્ય સ્વયં બોલવું નહીં. તેમજ બીજા પાસે બોલાવવું નહીં. સમય વર્તનના લક્ષણવાળો છે અને જીવ ઉપયોગ લક્ષણવાળો છે. જીવને જ્ઞાન, દર્શન સુખ અને દુઃખ વડે જાણી શકાય છે.” જીવનને વિકાસમાન બનાવવા માટે સ્વયં પ્રયત્ન કરવા પડે છે. નુકસાનકારક દુર્ગુણો પર કાબૂ મેળવીને જીવનને ચેતનવંત બનાવી શકાય છે. માણસ  જિંદગીનો અર્થ ભૂલીને દોડધામમાં જીવન વિતાવે છે. માણસ-માણસથી ડરતો ફરે છે, ભાગતો ફરે છે. શાયર નિદા ફાઝલીએ એક સરસ ગઝલ લખી છે તે હાલના સમયમાં ઘણું બધું કહી જાય છે. તેમાં આધુનિકતા ભરી જિંદગી તરફ  ઈશારો કરે છે.

હર તરહ હર જગહ બેશુમાર આદમી,

ફિરભી તન્હાઈયો કા શિકાર આદમી.

સુબહ સે શામ તક બોઝ ઢોતા હુવા,

અપની હી લાશ કા ખુદ મઝાર આદમી.

હર તરફ ભાગતે દોડતે રાસ્તે,

હર તરફ આદમી કા શિકાર આદમી.

રોજ જીતા હુવા, રોઝ મરતા હુઆ,

હર નયે દિન નયા ઈન્તજાર આદમી.

જિંદગી કા મુકદર સફર દર સફર,

આખિર સાંસ, તક બેકરાર આદમી

માણસ બધી રીતે દુઃખોથી ઘેરાઈ  રહ્યો છે.  તે માણસ તરીકે  પોતાનો જન્મ કેમ થયો છે તે ભૂલી જીવનની મૌલિકતા  ગુમાવી બેઠો છે. તો માનવતા ભર્યા દિવસોની શરૂઆત  થશે ત્યારે બનાવટી દુનિયાની પડતી થશે અને સદાય માટે સત્યનો સૂરજ ઉગશે.

જુઠ ક્યારેય  મૂલ્યવાન હોતું નથી. જો માણસ સાચું રડે તો  આંખમાંથી નીકળતા આંસુ પણ મૂલ્યવાન હોય છે. એટલે મૌલિકતા ભર્યું જીવવું તે સાચ્ચું જીવન છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ