મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સતત વધી રહેલા કેસને જોતા રાજ્ય સરકારે લૉકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો છે. રાજ્યની ઉદ્ધવ ઠાકરે સરકારે 31 ઓગસ્ટ સુધી લૉકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે.
બીજી તરફ અનલૉક-3 પણ 1 ઓગસ્ટથી લાગૂ થવા જઇ રહ્યું છે. તેના માટે કેન્દ્ર સરકારે ગાઇડલાઇન પણ જાહેર કરી છે. ત્યારે હવે મહારાષ્ટ્ર સરકારે 31 ઓગસ્ટ સુધીના લૉકડાઉનની જાહેરાત કરી દીધી છે. જોકે, મિશન બિગિન અગેન હેઠળ છૂટ પણ આપવામાં આવી છે. રાજ્યમાં 5 ઓગસ્ટથી મોલ્સ અને માર્કેટ કોમ્પ્લેકસ ખુલી જશે. પરંતુ થિયેટર અને ફૂટ કોર્ટ બંધ રહેશે. સવારે 9 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી મોલ્સ ખોલવાને મંજૂરી નહીં આપવામાં આવે.
તો, હવે ટેક્સી અને ફોર વ્હીલરમાં ડ્રાઇવર અને 3 લોકો બેસી શકે છે. ટૂ વ્હીલર પર 2 લોકોને મંજૂરી આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં આ પહેલા 29 જૂનથી 31 જુલાઇ સુધી લૉકડાઉન લગાવવામાં આવ્યું હતું.