ભારતમાં કોરોના વાયરસનો સૌથી વધુ પ્રકોપ મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે. કોરોનાની દ્રષ્ટિએ જોઈએ તો, મહારાષ્ટ્ર માટે ગુરૂવારનો દિવસ ખૂબ જ ખરાબ રહ્યો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના સૌથી વધુ 4841 નવા કેસો સામે આવ્યા છે. કોઈ એક દિવસમાં કોરોનાના પોઝિટિવ કેસોની આ સૌથી વધુ સંખ્યા છે. એટલે કે અગાઉ ક્યારેય પણ એક દિવસમાં કોરોનાના આટલા કેસો સામે નથી આવ્યા.
આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,47,741 પર પહોંચી ચૂકી છે. જ્યારે વધુ 192 લોકોના મોત સાથે મહારાષ્ટ્રમાં કોરોનાના કારણે મોતને ભેટનારા લોકોનો આંકડો પણ વધીને 6931 પર પહોંચી ચૂક્યો છે.
મહારાષ્ટ્રમાં હાલ 63,342 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 77453 લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. જેમાંથી 3661 દર્દીઓને ગુરૂવારે જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.