મનોજ સિન્હા જમ્મુ- કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ હશે. રાષ્ટ્રપતિ ભવને આ માહિતી આપી છે. સિન્હા મોદી સરકારના પહેલા કાર્યકાળમાં રેલવે રાજ્યમંત્રી અને સંચાર રાજ્યમંત્રી રહી ચુક્યા છે. ગાજીપુરથી સાંસદ રહી ચુકેલા સિન્હા પૂર્વ ઉત્તરપ્રદેશમાં ભાજપના દિગ્ગજ નેતા છે. જો કે, ગત વર્ષે લોકસભા ચૂંટણી હારી ગયા હતા. UPમાં 2017માં વિધાનસભા ચૂંટણી પછી તેમનું નામ મુખ્યમંત્રી તરીકે પણ સામે આવ્યું હતું.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગિરીશ ચંદ્ર મુર્મૂનું રાજીનામું મંજૂર કરી લીધું. મુર્મૂ કેન્દ્રશાસિત જમ્મુ- કાશ્મીરના પહેલા ઉપરાજ્યપાલ હતા. તેમણે બુધવારે રાજીનામું આપ્યું હતું. 1985 બેંચના IAS અધિકારી મુર્મૂ ગુજરાત કેડરના અધિકારી છે. નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે મુર્મૂ તેમના પ્રિન્સિપલ સેક્રેટરી હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જીસી મુર્મૂને CAG બનાવીને દિલ્હી મોકલવામાં આવી રહ્યા છે. હાલ રાજીવ મહર્ષિ CAG છે અને તેઓ આ સપ્તાહે રિટાયર્ડ થઈ રહ્યા છે.