લદ્દાખમાં ભારતીય નેવીએ ચીની સૈન્યનો સામનો કરવા માટે સૌથી ખતરનાક માર્કોસ કમાન્ડોને પેંગોંગ ત્સો સરોવરની પાસે ગોઠવી દીધા છે. માર્કોસને દાઢીધારી ફોર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. લદ્દાખમાં માર્કોસને પણ મોકલવા પાછળનો ઉદ્દેશ એ છે કે ત્રણે સેનાના સૌથી સારામાં સારા કમાન્ડો લદ્દાખના કપરા વાતાવરણ સાથે સેટ થઈ શકે. આ ઓપરેશનના કારણે માર્કોસને હાડ થિજાવતી ઠંડીમાં ઓપરેશન પાર પાડવાનો અનુભવ મળી શકશે. માહિતી અનુસાર માર્કોસ કમાન્ડોને પેંગોંગ ત્સો સરોવર પાસેના વ્યૂહાત્મક સ્થાનો પર ગોઠવવામાં આવ્યા છે.