કોરોના મહામારી સામે ઝઝૂમી રહેલા પંજાબને માનવ સર્જિત કરુણાંતિકાએ હચમચાવી દીધું છે. રાજ્યના ૩ જિલ્લામાં ઝેરી દારૂ પીવાના કારણે ઓછામાં ઓછા ૪૯ લોકોનાં મોત થયાં છે. પંજાબ સરકારના સત્તાવાર નિવેદન પ્રમાણે રાજ્યના અમૃતસર, બટાલા અને તરણતારણ જિલ્લાઓમાં ઝેરી દારૂ પીવાના કારણે આ કરુણાંતિકા સર્જાઈ હતી. તરણતારણ જિલ્લામાં ૩૦, અમૃતસરમાં ૧૧ અને બટાલા જિલ્લામાં ઝેરી દારૂ પીવાના કારણે ૮ લોકોએ જીવ ગુમાવ્યા હતા. પંજાબના ડીજીપી દિનકર ગુપ્તાએ જણાવ્યું હતું કે, ૨૯ જુલાઈની રાત્રે અમૃતસરના તારસિક્કાના મુછલ અને તાંગરા ગામ ખાતેથી સૌથી પહેલાં પાંચ મોત થયાનાં અહેવાલો પ્રાપ્ત થયાં હતાં.