રાજસ્થાનનમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમમાં ઝડપથી ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. હવે બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમ માયાવતીએ જણાવ્યું કે, રાજસ્થાનમાં ચૂંટણી બાદ કોંગ્રેસને કોઈપણ શરત વગર સમર્થન આપ્યું હતું પરંતુ મુખ્યમંત્રી અશોક ગહેલોતે બીએસપીને નુકશાન પહોંચાડવા માટે અમારા તમામ ધારાસભ્યોને તેમની પાર્ટીમાં સામેલ કરી દીધા હતા.
બીએસપી સુપ્રીમોએ છ ધારાસભ્યોના કોંગ્રેસમાં સામેલ થવાની ઘટનાને બંધારણની વિરુદ્ધ ગણાવતા જણાવ્યું કે, બીએસપી પહેલા પણ કોર્ટમાં જઈ શકતી હતી પરંતુ અમે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા હતા જ્યારે અશોક ગહેલોત અને કોંગ્રેસને પાઠ ભણાવી શકાય. અમે હવે કોર્ટ જવાનો નિર્ણય લીધો છે.
માયાવતીએ વધુમાં જણાવ્યું છે કે, અમે હવે આ મુદ્દાને જવા દઈશું નહીં. આ મામલે અમે સુપ્રીમ કોર્ટ સુધી જઈશું. નોંધનીય છે કે, રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 99 અને બીએસપીએ 6 બેઠકો પર જીત મેળવી હતી. અશોક ગહેલોત અપક્ષ અને અન્ય પાર્ટીઓના ધારાસભ્યોની મદદથી બહુમતી પ્રાપ્ત કરવામાં સફળ રહ્યા હતા. પરંતુ તેમણે સરકારની સ્થિતિને મજબૂત કરવા માટે બીએસપીના છ ધારાસભ્યોને કોંગ્રેસમાં સામેલ કરી દીધા હતા.