ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેમણે મંગળવારે (બીજી સપ્ટેમ્બર) આ માહિતી આપી હતી. ઓસ્ટ્રેલિયા ક્રિકેટે સત્તાવાર રીતે તેમની નિવૃત્તિની પુષ્ટિ કરી છે. મિચેલ સ્ટાર્કે કહ્યું કે 'મારી માટે ટેસ્ટ ક્રિકેટની પ્રાથમિકતા સૌથી વધુ રહી છે. ટી20ની મેચોની મજા માણી, ખાસ કરીને 2021 ટી20 વર્લ્ડકપમાં ખૂબ શાનદાર અનુભવ રહ્યો. હવે ભારત સામે ટેસ્ટ સીરિઝ, એશેઝ અને 2027 વનડે વર્લ્ડકપને જોતાં મને લાગે છે કે આ જ યોગ્ય સમય છે. નવા બોલર્સને મોકો મળશે