ભારત બંધના બીજા દિવસે મંગળવારે રાજસ્થાનના કરોલી જિલ્લામાં એક ટોળાંએ હિન્ડોનના ધારાસભ્ય રાજકુમારી જાટવ અને ભૂતપૂર્વ ધારાસભ્ય ભરોસીલાલ જાટવના ઘરમાં આગ લગાવી દીધી હતી.. આ બંને નેતા દલિત સમુદાયના છે. રાજકુમારી જાટવ ભાજપથી વર્તમાનના ધારાસભ્ય છે. જ્યારે ભરોસીલાલ કૉંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે. માહિતી અનુસાર આ વિસ્તારમાં સોમવારે બનેલી ઘટનાના જવાબમાં ટોળાંએ એકત્ર થઇને નેતાઓના ઘરને નિશાન બનાવી દીધું હતું.