કેન્દ્રીય પ્રધાનમંડળે બુધવારે નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિને મંજૂરી આપી દીધી હતી. ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં સિંગલ રેગ્યુલેટર, ડિગ્રી અભ્યાસક્રમોમાં મલ્ટિપલ એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ, એમ.ફિલ અભ્યાસક્રમો રદ કરવા, બોર્ડની હળવી પરીક્ષાઓ, યુનિર્વિસટીઓમાં પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ એક્ઝામ સહિતના મહત્ત્વના સુધારા નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં સામેલ કરાયા છે. છેલ્લે 1986માં રાષ્ટ્રીય શિક્ષણનીતિ ઘડવામાં આવી હતી અને 1992માં સુધારો કરાયો હતો. કેન્દ્રીય કેબિનેટે કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલયનું નામ બદલીને શિક્ષણ મંત્રાલય કરવાને પણ મંજૂરી આપી દીધી હતી.
નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં સ્કૂલ એજ્યુકેશનમાં ધરમૂળથી બદલાવ કરાયો છે. સ્કૂલ એજ્યુકેશન સેક્રેટરી અનિતા કંવલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, શાળા શિક્ષણના માળખા અને અભ્યાસક્રમ વિદ્યાર્થીઓના વિકાસના વિવિધ તબક્કાઓમાં તેમના વિકાસ માટેની જરૃરિયાતો અને રસને સંબંધિત રહેશે. નાના બાળકોના શિક્ષણની વધુ કાળજી માટે 10+2ની સ્સ્ટિમ હટાવીને 5+3+3+4ની સિસ્ટમ લાગુ કરાશે જેમાં 3થી 8 વર્ષના બાળકો પ્રથમ પાંચ ધોરણ, 8 થી 11 વર્ષના બાળક ધોરણ 6 થી 8, 11 થી 14 વર્ષના બાળક ધોરણ 9 થી 11માં અભ્યાસ કરશે. ત્યારપછીના 4 વર્ષ કોલેજના રહેશે. નવી સિસ્ટમમાં 3 વર્ષ આંગણવાડી અથવા તો પ્રિસ્કૂલિંગના રહેશે જ્યારે બાકીના 12 વર્ષ શાળાના અભ્યાસક્રમના રહેશે. આઠ વર્ષ સુધીના બાળકો માટે એનસીઇઆરટી દ્વારા રાષ્ટ્રીય અભ્યાસક્રમ ઘડાશે.