અમેરિકાની મુલાકાતે પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદીને શનિવારે હ્યુસ્ટન ખાતે કાશ્મીરી પંડિત સમુદાયના પ્રતિનિધિમંડળે મળીને જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા બંધારણના આર્ટિકલ ૩૭૦ નાબૂદ કરવાના ઐતિહાસિક નિર્ણય માટે આભાર માન્યો હતો. ૧૯૮૯-૯૦માં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદના કારણે કરવા પડેલા સ્થળાંતરથી કાશ્મીરી પંડિત સમુદાયને ભોગવવી પડેલી યાતનાઓને યાદ કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિનિધિમંડળને જણાવ્યું હતું કે, તમે ઘણી યાતનાઓ ભોગવી છે પરંતુ હવે વિશ્વ બદલાઈ રહ્યું છે. નવા કાશ્મીરના નિર્માણ માટે આપણે સાથે મળીને આગળ વધવાનું છે. કાશ્મીરી પંડિત સમુદાયના પ્રતિનિધિમંડળ સાથેની મુલાકાત બાદ પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે, હ્યુસ્ટનમાં મેં કાશ્મીરી પંડિત સમુદાયના લોકો સાથે વિશેષ વાતચીત કરી હતી.