કોરોનાને કારણે મંદીની ગર્તામાં પટકાયેલી ઈકોનોમીને પાટા પર લાવવા માટેનું સુકાન હવે પીએમ મોદીએ સંભાળ્યું છે. તેઓ અનેક નિષ્ણાતો અને અર્થશાસ્ત્રીઓ સાથે બેઠકોનો દોર યોજીને વિચારવિમર્શ કરી રહ્યા છે. ગુરુવારે પીએમ મોદીએ કેન્દ્રનાં નાણાં મંત્રાલય અને કોમર્સ મિનિસ્ટ્રીનાં ૫૦ જેટલા અધિકારીઓ સાથે ઘનિષ્ઠ બેઠક યોજી હતી અને તેમની પાસેથી ઈકોનોમીને મંદીમાંથી કેવી રીતે બહાર લાવી શકાય તેનાં સલાહસૂચનો મેળવ્યા હતા. ડચકા ખાઈ રહેલા અર્થતંત્રને કેવી રીતે ઉગારી શકાય તે માટે મોદી રણનીતિ ઘડી રહ્યા છે.