સંવત વર્ષ ૨૦૭૬ની વિદાય અને સંવત વર્ષ ૨૦૭૭નાં આગમનને દેશનાં બંને શેરબજારોએ તોફાની તેજી સાથે વધાવ્યું હતું. BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીમાં દીવાળીની ચમક જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી બંનેએ લાઈફટાઈમ હાઈ સપાટી બનાવી હતી. શનિવારે દીવાળીનાં પર્વ પ્રસંગે એક કલાકનાં મુહૂર્તનાં સોદામાં સેન્સેક્સ તમામ વિક્રમો તોડીને ૪૩,૮૦૦ અને નિફ્ટી ૧૨,૮૦૦ને પાર ગયા હતા. સેન્સેક્સ ટ્રેડિંગની થોડી મિનિટોમાં જ ૩૮૧ પોઈન્ટ કે ૦.૮૮ ટકા ઊછળીને ૪૩,૮૨૩. ૭૬ પર ટ્રેડ થતો હતો. તેવી જ રીતે નિફ્ટી પણ ૧૧૭.૮૫ પોઈન્ટ કે ૦.૯૩ ટકા વધીને ૧૨,૮૦૮. ૬૫ પોઈન્ટ પર ટ્રેડ થતો હતો. જો કે મુહૂર્તનાં સોદાને અંતે સેન્સેક્સ ૧૯૫ પોઈન્ટ કે ૦.૪૫ ટકા વધીને ૪૩,૬૩૮ પોઈન્ટ પર અને નિફ્ટી ૬૦.૩૦ પોઈન્ટ વધીને ૧૨,૭૮૦.૨૫ની સપાટીએ બંધ રહ્યા હતા. બંને શેરબજારો દિવાળી અને બાળપ્રતિપદાનાં પર્વને કારણે ૧૬મીએ સોમવારે બંધ રહેશે.