સૌરાષ્ટ્રના વિવિધ જીલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે, ત્યારે આ ભારે વરસાદનાં કારણે અંદાજીત 20 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. દરિયા અને નદી કિનારે વસવાટ કરતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. લોકોને સલામત સ્થળે ખસેડવા માટે SDRFની 11 ટીમ તૈનાત કરી દેવામાં આવી. સૌરાષ્ટ્રના ખંમભાળીયા, દ્વારકા, જામનગર, મોરબી અને પોરબંદર જિલ્લામાં લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે અનેક ડેમમાં નવા પાણીની આવક શરૂ થતાં મોટા ભાવના ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે જેના કારણે નદી કાંઠાના વિસ્તારોના ગામોમાં વરસાદી પાણી ફરી વળ્યાં છે.