યુદ્ધવિરામ પરના કરાર બાદ, આજે ભારત અને પાકિસ્તાનના DGMO વચ્ચે બેઠક યોજાશે. ભારતના ડીજીએમઓ રાજીવ ઘાઈ અને તેમના પાકિસ્તાની સમકક્ષ જનરલ કાશિફ ચૌધરી બપોરે 12 વાગ્યે મહત્વપૂર્ણ વાતચીત કરશે. 10મી મેના રોજ યુદ્ધવિરામની જાહેરાત કર્યા બાદ આ બેઠક યોજાવા જઈ રહી છે. યુદ્ધવિરામ કરાર ત્યારે શરૂ થયો જ્યારે પાકિસ્તાની ડીજીએમઓએ ભારતીય સમકક્ષને 10 મેના રોજ સંભવિત યુદ્ધને રોકવા માટે પ્રસ્તાવ મૂક્યો. થોડા કલાકો બાદ બંને પક્ષો દ્વારા સત્તાવાર રીતે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ એક પ્રેસ કોન્ફરન્સમાં પુષ્ટિ કરી હતી કે ડીજીએમઓ સ્તરની વાતચીતનો આગામી રાઉન્ડ 12 મેના રોજ યોજાશે.