Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વર્તમાન માણસે પોતાના પરનો કાબુ ગુમાવી દીધો છે. છેલ્લા શ્વાસ સુધી પથારીમાં પડ્યો હોવા છતાં કંઈક મેળવવાની ઝંખના માંથી છૂટી શકતો નથી. સાદા અર્થમાં કહીએ તો માણસની પાસે અપાર ઈચ્છાઓ છે. તેના લીધે જીવનમાં અંધકાર પ્રવેશતા વાર લાગતી નથી તે સૌથી મોટી પીડા છે, કેમ કે જીવનમાં ઘણું બધું મેળવવાની પાછળ માણસ અંધ બની જાય છે.

માણસની ઘણું બધું મેળવવાની ઈચ્છાઓ પર લગામ નથી. જો માણસ સુખ મેળવવા માટે આંધળી દોટ મૂકશે તો તેનું જીવન અંધકારમાં અટવાતું જશે. તેના લીધે ભવિષ્ય ધૂંધળું બની જાય છે. જીવનને પ્રકાશીત કરવું એટલે શાંતિસર સુખનાં ધામ તરફ પ્રયાણ કરવું.

મહાન પત્રકાર ખુશવંતસિંહે ‘એબ્લોલ્યુટ ખુશવંત-ધ લો-ડાઉન ઓન લાઈફ ‘ડેથ એન્ડ મોસ્ટ થિંગ્સ ઈન-બિટુવીન નામની આત્મકથા લખી છે. જેમાં માણસને સુખી થવા માટે શું જોઈએ. અથવા સારું જીવન જીવવા માટે શું કરવું જોઈએ. તે વિશે આખું પ્રકરણ લખ્યું છે. જીવનમાં કોઈ શોખ કેળવો વાંચન, લેખન, બાગકામ, ચિત્રકામ, સંગીત વાદન કે સાંભળવુ જેવા કોઈ પણ એક બે શોખ હોવા જોઈએ. આપણે ત્યાં એક એવો વર્ગ છે. જે ખૂબ પૈસા કમાયા હોય તો ભોગ તેને વિલાસમાં વેડફી નાખે છે. ખુશવંત સિંહના પરિવારનાં કેટલાક સભ્યો અને ઘણા ખરા ભાઈ બંધો, જેઓ શેરીમાં રખડતા કૂતરાઓની સંભાળ લેવા તેમને ખોરાક-દવા અને ઘણી બધી સારવાર કરવામાં આખો દિવસ કાઢી નાખતા. બીજા ઘણા મિત્રો દુઃખિયાની વિના મૂલ્યે સારવાર કરે છે.

ખુશવંત સિંહની વાત એકબાજુ મૂકી એ તો બીજી મહત્ત્વની વાત છે કે પ્રત્યેક માણસે જીવનનો ભેદ ઊંડાઈથી સમજવો જોઈએ. જીવનમાં વ્યાપેલી ચેતનાને ઓળખવી જોઈએ. જીવનને અજવાળવા માટે, પ્રકાશીત કરવા માટે અવિરત મથતા રહેવું પડે છે. જીવનમાં પ્રકાશની શોધ કરવી એટલે ધારેલા મુકામ સુધી પહોંચવું. જ્યાં સુધી દિલનો દિવો રોશન ન થાય ત્યાં સુધી પરમ શાંતિવાળું સુખ પ્રાપ્ત કરી શકાતું નથી. અનેક માણસો જીવનમાં સફળ થવાની લાયમાં હૃદયમાં પડેલી મૌલિક શક્તિ જાણી શકતા નથી. જીવનમાં સફળ થવાનું સુત્ર છે કે જે ક્ષેત્રમાં સફળ થવા ઈચ્છીએ તે બાબતે કાબેલ બનવું પડે છે. જો માણસ જીવન જીવવા કાબેલિયત કેળવશો તો જીવનમાં આપમેળે અજવાળું પથરાશે. દાર્શનિક જે. કૃષ્ણમૂર્તિએ કહ્યું છે કે માણસ તરીકે આપણી અંદર આમૂલ પરિવર્તન નહીં કરીએ ત્યાં સુધી આપણે હંમેશા માટે સંઘર્ષમાં જીવતા રહીશું. માણસે જો જીવનમાં કંઈ પ્રાપ્ત કરવું હોય તો રોજીંદી પ્રવૃત્તિમાંથી ઘણું બધું શીખવું પડશે. દુઃખમાંથી, અનુભવમાંથી ઈતિહાસમાં બનેલી ઘટનામાંથી આપણે ઘણું બધું શીખવું પડશે. આપણે ઘણા બધા કર્યો સમજણ વગરના કરીએ છીએ. એટલા માટે આપણી સામે સમસ્યારૂપી ઘણા પ્રશ્નો ઉભા થાય છે.

મહાન ફિલોસોફરે પ્લેટોએ રિ-પબ્લિક નામનું વિશ્વ પ્રસિધ્ધ પુસ્તક લખ્યું છે. તેમાં જુદા-જુદા વિષયો પર ચર્ચા છે. તેમાં લખ્યું છે, જે માનવી પોતાના અંતર આત્મામાંથી સૂઝેલી દિશા તરફ કેળવણી વાળે છે. તેવો માણસ ભવિષ્યમાં સુખી થાય છે. પ્લેટોની જીવન લક્ષી ફિલોસૂફી ઘણી રીતે ઉપયોગી થાય છે. તે કહે છે, માણસની પાસે અજ્ઞાનનો વધારો થાય છે ત્યારે જીવનમાં અંધકાર આવી જાય છે. કારણ કે અજ્ઞાન એ સૌથી મોટું દુઃખ છે. જે માણસ પોતાની રીતે જાણી લે કે અજ્ઞાનને દૂર કેવી રીતે કરી શકાય તે માણસના જીવનને દીવાના પ્રકાશ જેવું થતા કોઈ રોકી શકશે નહીં. જો માણસ એમ સમજતો હોય કે મારા જીવનમાં કોઈ આવીને અજવાળું પાથરી દેશે તો બિલકુલ ખોટી વાત છે. માણસમાં સૂતેલી ચેતનાની જ્યોતિ તેણે પોતે જ પ્રગટાવી પડશે. જીવન પાસે નવી સાર્થકતા હોય છે. જીવન જીવવાનું અજવાળું ઓલવાઈ જવું જોઈએ નહીં. જીવનમાં સતત વીજળીના ચમકાર થવા જોઈએ.

ચીન દેશના મહાન ફિલોસોર કન્ફ્યૂશિયસે ફિલોસૂફી વિશ્વના ચારેખૂણે જીવંત છે. કન્ફશિયસને કોઈ ધર્મની સ્થાપના કરી ન હતી. પરંતુ માનવીનું જીવન કેવી રીતે ઉન્નત બનાવું તેવો પ્રયાસ કર્યો હતો. જ્ઞાની ઉપદેશક કન્ફ્યૂશિયસે કહ્યું છે કે તેજસ્વી માનવીને દુઃખ તો પોતાની શક્તિની મર્યાદાનું હોય છે. લોકો પોતાની શક્તિની કદર નથી કરતાં, એ વાતનો રંજ તેને થતો નથી. જીવનની યાત્રા સદંતર ચાલતી રહે છે. એની સાથે માણસ પોતાની કાર્યશક્તિ ઘટાડી દે છે. ત્યારે જીવનની ધીરજનો મુખ્ય હેતુ તો પોતાના વિશે અભ્યાસ કરવાનો છે. કન્ફશિયસની વાત ગળે ઉતારવા જેવી છે, કારણ કે માણસ જીવનને કંઈ દિશામાં વિકસાવું જોઈએ. એ જાણતો નથી જીવન બે છેડા ભેગા કરવામાં આખો દિવસ માણસ ધાંધલ-ધમાલ કરે છે. પોતાનો રસનો વિષય જાણ્યા વગર માણસ નીચું ઘાલીને મથ્યા કરે છે. પોતાના મનપસંદ ક્ષેત્રમાં જીવનને વિકસતા વાર લાગતી નથી. જ્યાં સુધી જીવનને કંઈ દિશામાં વિકસાવવું છે તે જાણશો નહીં ત્યાં સુધી તમે પરેશાન થતા રહેશો. ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડશે અને જીવનની લાઈન મળશે નહીં. આના કરતાં જીવનનો રસ જાણો ખુદ જાણો અને વિચારી જોવો કે મારા જીવનનું કલ્યાણ શેમાં છે. હૃદયના બારણે ટકોરા મારો અને જીવન વિશે જાણો કે મારે શું કરવાનું છે. આપણે આપણા જીવનનો ઓરડો સુગંધીદાર હોવા છતાં જીવનની સુગંધ માણવાનું ચૂકી જઈએ છીએ. માણસની અંદર મોટો ખજાનો પડયો છે. એ ખજાનો ખુદ માણસ છે. ગુજરાતી ભાષાના કવિ જમિયત રાયની ખૂબ જાણીતી કવિતા છે-

જીત પર હસતો રહ્યોને હાર પર હસતો રહ્યો
ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો
ઓ મુસીબત ! એટલી ઝિંદાદિલીને દાદ દે
તે ધરી તલવાર, તો હું ધાર પર હસતો રહ્યો
કોઈના ઈકરારને ઈન્કાર પર હસતો રહ્યો
જે મળ્યો આધાર એ આધાર પર હસતો રહ્યો
કોઈની મહેફિલ મહી, થોડા ખુશામદખોરમાં
ના સ્વીકાર્યું સ્થાન, મે પગથાર પર હસતો રહ્યો
ફૂલ આપ્યાને મળ્યા પથ્થર કદી, તેનેય પણ
પ્રેમથી પારસ ગણી, દાતાર પર હસતો રહ્યો
જીવતો દાટી કબરમાં એ પછી રડતાં રહ્યા
હું કબરમાં પણ, કરેલા પ્યાર પર હસતો રહ્યો
નાવ જે મઝધાર પર છોડી મને ચાલી ગઈ
એ કિનારે જઈ ડૂબી, હું ધાર પર હસતો રહ્યો
ભોમિયાને પારકો આધાર લેતો જોઈને
દૂર જઈને પાંગળી વણઝાર પર હસતો રહ્યો

ઈ.સ.1991માં સ્પેનમાં પાબ્લો વિકાસો નામનાં માણસનો જન્મ થયો હતો. જેને આખી દુનિયા મહાન ચિત્રકાર તરીકે ઓળખે છે. એવું કહેવાય છે કે 13 વર્ષની વયે તેમણે પહેલું ચિત્ર પ્રદર્શન ગોઠવ્યું હતું. પાબ્લો પિકાસો કહે છે કે હું ચિત્ર દોરવા લાગ્યો મને ચિત્ર દોરવાથી આનંદ મળતો. પાછળથી ચિત્રકાર તરીકે ખ્યાતિ પામ્યો અને માત્ર પિકાસો બની ગયો પાબ્લો પિકાસો પાસે એટલું જ શીખવાનું છે જીવનમાં ક્યાં ક્ષેત્રમાં સફળ થઈ શકો છો તે જાતે વિચાર કરો અને એની પાછળ લગાતાર મહેનત કરતાં રહો એ જ જીવન જીવવાની સાચી ચાવી છે. બધા પ્રકારની ચાવી તમારી પાસે છે. માત્ર તમારે કયાં તાળે લગાવાની છે એટલું જાણવાનું છે. જીવનની જ્યોત તમારા હૃદયમાં પ્રગટી રહી છે. તેનું અજવાળું લેવાનું ચૂકશો નહીં.

વૃક્ષની શોભા ડાળીઓ પર આવેલા પાદડાં છે, વૃક્ષના પાંદડાં એ તેનું આભૂષણ છે. પડખે વૃક્ષનો શ્વાસ છે. પવનની સાથે પાંદડાંનું મલકાવું એ વૃક્ષની શોભામાં વધારો કરે છે. પાદડાંનો પવન સાથે હરખાતા હોય ત્યાં સમજવું કે વૃક્ષ પોતાના જીવનને પ્રેમ કરે છે. રાતની ખામોસી વચ્ચે વૃક્ષનાં પાંદડાંની અવાજ સંભળાઈ આવે ત્યારે તમે હૃદયના ઊંડાણથી વિચાર કરશો તો સમજાઈ આવશે કે વૃક્ષ પોતાના સુખી જીવનના ગીતો ગાઈ રહ્યું છે, અને જીવનનો પુરેપુરો સ્વાદ માણી રહ્યું છે.

જીવનની એક સ્ક્રીપ્ટ હોય છે. જેમાં એક હાથમાં દુઃખ ભર્યા ગીતો હોય છે. મોટાભાગે માણસનાં મનનું પરિણામ જીવનને ભોગવવું પડે છે. માણસ પોતાની ઈચ્છા મુજબ જીવનને વળાંક આપી શકતો નથી તેનું કારણ એ છે કે જીવનના થડને મજબૂત કરવામાં આપણે ક્યાંક અધૂરાપણું રાખ્યું છે. જીવનરૂપી લાંબી નવલકથા તમારે જ વાંચવાની છે. એમાંથી સુખના પ્રકરણ શોધી કાઢવાના છે.

તમારી આવડત પ્રમાણે જીવશો તો તમે જાતે જ જીવનનો માર્ગ કંડારી શકશો. એક વાત સ્પષ્ટ છે કે જીવનમાં તમારે શું કરવું છે ? આ બાબતે તમે ચોખ્ખા હશો તો અગોચર ચેતનાનો દીવો જીવનને અજવાળું આપવા તૈયાર છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ