પાડોશી દેશ નેપાળમાં રાજકીય સંકટ વચ્ચે ભારતની તમામ ન્યૂઝ ચેનલો ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. DD ન્યૂઝ સિવાયની તમામ ભારતીય ટીવી ચેનલોના પ્રસારણ પર રોક લગાવી દેવામાં આવી છે. નેપાળમાં કેબલ ટીવીના પ્રોવાઈડર્સે ન્યૂઝ એજન્સી ANIને આ બાબતની જાણકારી આપી છે.
આ મામલે નેપાળના પૂર્વ ડેપ્યુટી પ્રાઈમ મિનીસ્ટર અને સત્તાધીશ નેપાળ કૉમ્યુનિસ્ટ પાર્ટી (NCP)ના પ્રવક્તા નારાયણ કાજીનું નિવેદન સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે, “નેપાળ સરકાર અને અમારા પ્રધાન મંત્રી વિરુદ્ધ ભારતીય મીડિયા દ્વારા દુષ્પ્રચારની તમામ હદો પાર કરવામાં આવી રહી છે. આ બધો બકવાસ બંધ થવો જોઈએ.”
ઉલ્લેખનીય છે કે, નેપાળના PM કેપી શર્મા ઓલી પહેલાથી જ પોતાના દેશમાં રાજકીય સંકટનો સામનો કરી રહ્યાં છે. PM ઓલી અને સત્તાધીશ NCPના કાર્યકારી અધ્યક્ષ પુષ્પ કમલ દહલ “પ્રચંડ” વચ્ચે એક અઠવાડિયામાં અનેક બેઠકો થઈ ચૂકી છે, જેનું કોઈ પરિણામ આવ્યું નથી. જેના પગલે PM ઓલીની ખુરશી પર ખતરો મંડરાઈ રહ્યો છે.