ગ્રાહકોના અધિકારોને નવી ઊંચાઈ આપતો કન્ઝ્યૂમર પ્રોટેક્શન એક્ટ-2019ની જોગવાઈ આજથી લાગૂ થઈ જશે. નવા કાયદા અંતર્ગત ગ્રાહકો કોઈ પણ કન્ઝ્યુમર કોર્ટમાં કેસ દાખલ કરાવી શકે છે. ભ્રામક જાહેરખબરો ઉપર દંડ અને જેલ જેવી જોગવાઈ પણ આ નવા કાયદામાં જોડવામાં આવી છે. આ ઉપરાંત પ્રથમ વખત ઓનલાઈન વેપારને પણ આ કાયદા અંતર્ગત લાવવામાં આવ્યા છે.
અગાઉ આ કાયદાને જાન્યુઆરીમાં જ લાગૂ કરવામાં આવવાનો હતો, પરંતુ પાછળથી તેને માર્ચમાં લાગૂ કરવામાં આવ્યો હતો. જો કે માર્ચમાં કોરોના મહામારી અને લૉકડાઉનના કારણે તેને લાગૂ કરવામાં આવી શક્યો નહતો. હવે 20 જુલાઈ એટલે કે આજથી સરકારે તેને લાગૂ કરવા માટે નોટિફિકેશન જાહેર કર્યું છે.
આ અધિનિયમ લાગૂ થયા બાદ ગ્રાહકોની ફરિયાદ પર તાત્કાલિક કાર્યવાહી શરૂ થઈ જશે. ખાસ કરીને હવે ઓનલાઈન કારોબારમાં પણ ગ્રાહકોના હિતોને નજરઅંદાજ કરનારી કંપનીઓને મોટી કિંમત ચૂકવવી પડી શકે છે.
► શું છે જોગવાઈ?
→ હવે PIL અથવા જાહેરહિતની અરજી કન્ઝ્યુમર ફોરમમાં દાખલ કરી શકાશે. અગાઉના કાયદામાં આ જોગવાઈ નહતી.
→ નવા કાયદામાં ઓનલાઈન અને ટેલિશૉપિંગ કંપનીઓને પણ સામેલ કરી દેવામાં આવી છે.
→ ખાણી-પીણીની ચીજોમાં ભેળસેળ કરનારી કંપનીઓ પર દંડ અને જેલની સજાની જોગવાઈ
→ કન્ઝ્યૂમર સેન્ટ્રલ સેલની રચના કરાશે. બન્ને પક્ષ અંદરોઅંદર સહમતિથી મધ્યસ્થાનો વિકલ્પ પસંદ કરી શકશે.
→ કન્ઝ્યૂમર ફોરમમાં એક કરોડ રૂપિયા સુધીના કેસ અને રાજ્ય કન્ઝ્યૂમર વિવાદ નિવારણ પંચમાં 1 કરોડથી 10 કરોડ સુધીના કેસની સુનાવણી, જ્યારે નેશનલ કન્ઝ્યૂમર વિવાદ નિવારણ પંચમાં 10 કરોડ રૂપિયાથી ઉપરના કેસની સુનાવણી
→ સિનેમા હોલમાં ખાણી-પીણીની વસ્તુઓ પર વધારે પૈસા પડાવવાની ફરિયાદ પર થશે કાર્યવાહી
→ કૈરી બેગના રૂપિયા વસૂલવા કાયદેસર રીતે ખોટુ