રશિયા પોતાના સુપરસોનિક ફાઈટર પ્લેનનું કામ લગભગ પૂરું કરવાને આરે છે અને આ જ મહિનાના અંતમાં તેનું ટેસ્ટિંગ થઈ જશે. Tu-22M3M ફાઈટર પ્લેન Tu-22M3નું એક મોડિફાઈ કરાયેલું વર્ઝન છે જે રશિયાની એર ફોર્સમાં આશરે 100થી વધુ વખત સર્વિસ આપી ચૂક્યું છે અને સિરીયા મિશનમાં અવારનવાર યૂઝ થતું રહ્યું છે. જેટમાં KH-50 જેવી મહાકાય મિસાઈલ્સ પણ ફિટ કરી શકાય છે.