હાલ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ ચાલી રહી છે, જેમાંથી બીજી ટેસ્ટ મેચ 2થી 6 જુલાઈ રમાવાની છે. આ દરમિયાન બંને ટીમોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના નવા નિયમો હેઠળ બીજી ટેસ્ટ મેચ રમવાની રહેશે. પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતનો ઈંગ્લેન્ડ સામે પાંચ વિકેટે પરાજય થયો હતો. આ ટેસ્ટ મેચોની સિરિઝ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ-2025-2027 (WTC) હેઠળ રમાઈ રહી છે.