નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ આજે મોટી કાર્યવાહી હાથ ધરતા દેશભરમાં 40થી વધુ સ્થળોએ દરોડા પાડવાનું શરૂ કર્યું છે. સુત્રોમાથી મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના થાણે, પુણેથી મીરા ભાયંદર સુધીના ઘણા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત કર્ણાટકમાં પણ એજન્સીએ ઘણી જગ્યાએ વહેલી સવારે દરોડા પાડ્યા હતા.