Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અનલોક ૩.૦નો ૧ ઓગસ્ટથી અમલ શરૂ થઈ ગયો છે. સરકારે ૫ ઓગસ્ટથી દેશભરમાં જિમ તેમજ યોગનું શિક્ષણ તેમજ માર્ગદર્શન આપતી સંસ્થાઓ ખોલવા મંજૂરી આપી છે. તમામ જિમ તેમજ આરોગ્ય સંસ્થાઓએ કેન્દ્રનાં આરોગ્ય મંત્રાલયે સોમવારે જાહેર કરેલી ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. સરકાર દ્વારા સ્પા, સોના બાથ, સ્ટીમ બાથ તેમજ સ્વિમિંગ પૂલને શરૂ કરવા પરવાનગી અપાઈ નથી, આથી આ તમામ પ્રવૃત્તિઓ ચલાવતા કેન્દ્રો બંધ રાખવાનાં રહેશે.
લોકો વચ્ચે ૬ ફૂટનું અંતર જાળવવું પડશે, એસીનું તાપમાન ૨૪થી ૩૦ ડિગ્રી વચ્ચે રાખવાનું રહેશે

કયા કયા નિયમોનું પાલન કરવાનું રહેશે?

કન્ટેન્મેન્ટ ઝોનમાં આવતા જિમ તેમજ યોગ સંસ્થાઓને ખોલવા માટે મંજૂરી અપાઈ નથી તેથી આ વિસ્તારમાં આવતા જિમ અને યોગ સંસ્થાઓ બંધ રાખવાનાં રહેશે. આવા જિમ કે યોગ કેન્દ્રોમાં સામાન્ય જનતા જઈ શકશે નહીં. કન્ટેનમેન્ટ ઝોનની બહાર કાર્યરત જિમ અને યોગ સંસ્થાઓ ખોલી શકાશે.
કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો દ્વારા વખતોવખત જાહેર કરાતી ગાઇડલાઇન્સનો અમલ કરવાનો રહેશે.
૬૫ વર્ષથી વધુ ઉંમરનાં વૃદ્ધ લોકો, સગર્ભા મહિલાઓ તેમજ ૧૦ વર્ષથી ઓછી વયનાં બાળકો તેમજ કોમોર્બિડિટીનાં લક્ષણો ધરાવનારાઓને જિમમાં પ્રવેશ અપાશે નહીં.
તમામ વ્યક્તિોએ ૬ ફૂટનું અંતર રાખીને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું રહેશે.
જિમ તેમજ યોગ કેન્દ્રોમાં ફેસ માસ્ક પહેરવાનો રહેશે. જો કે યોગ તેમજ જિમમાં કસરત કરતી વખતે માસ્ક પહેરવો જરૂરી નથી.
દરેક વ્યક્તિએ સમયાંતરે સાબુથી ૪૦થી ૬૦ સેકન્ડ હાથ ધોવાનાં રહેશે. આલ્કોહોલયુક્ત સેનિટાઇઝરનો ઉપયોગ કરવાનો રહેશે.
જિમ અને યોગ કેન્દ્રોનાં પરિસરમાં થૂંકવાની સખત મનાઈ રહેશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ