ચીનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની સંરક્ષણમંત્રીઓ અને વિદેશમંત્રીઓની બેઠકમાં ભારત જોડાવાનું છે. ભારતના વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ બેઠકમાં ભાગ લેવા ચીનની મુલાકાતે છે. તો સંરક્ષણમંત્રી નિર્મલા સીતારમન પણ ચીન જવાના છે. ચીનની મુલાકાત દરમ્યાન પાકિસ્તાનના વિદેશમંત્રી અને સંરક્ષણમંત્રીઓ સાથે નિર્મલા સીતરમન તથા સુષ્મા સ્વરાજની કોઈ દ્વિપક્ષીય બેઠક યોજાવાની નથી.