રાજસ્થાન, પંજાબ, હરિયાણાથી રેતી-વાવાઝોડા સાથેની આંધી સોમવારે મોડી રાતે દિલ્હી-એનસીઆર પહોંચી ગઇ હતી. તોફાનના કારણે અહીં ઘણી જગ્યાઓ પર વીજળી જતી રહી હતી. જ્યારે કેટલીક જગ્યાઓ પર વાવઝોડા સાથે વરસાદ પણ પડ્યો હતો. હવામાન વિભાગે દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાન અંગે પહેલા જ એલર્ટ આપ્યું હતું. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં 50થી 70 કિલોમીટરની ઝડપના પવન સાથે તોફાનની ચેતવણી આપી હતી. જેના કારણે દિલ્હી સરકારે શહેરે બીજી શિફ્ટની બધી શાળાઓમાં રજા આપવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત દિલ્હી મેટ્રોમાં પણ ટ્રેનોના આવનજાવનની બાબતો સતર્કતા વધારી દીધી હતી.