અમેરિકીના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત પહેલાં ઉત્તર કોરિયાના તાનાશાહ કિંમ જોંગ ઉને ખૂબ મોટી જાહેરાત કરી છે. કિમે પરમાણુ અને બેલિસ્ટિક મિસાઈલનું પરિક્ષણ રોકવાની જાહેરાત કરી છે. ઉત્તર કોરિયાની કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે ન્યૂક્લિયર અને મિસાઈલનો ટેસ્ટ રોકી દેવામાં આવ્યો છે. આટલું જ નહીં કિમ જોંગે દરેક પરમાણુ સાઈટ પણ બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે.