ગુજરાત રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. હવે મતગણતરી પહેલા કોંગ્રેસે ભાજપના બે વોટ સામે વાંધો ઉઠાવ્યો છે. કોંગ્રેસે ભાજપના ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને કેસરીસિંહ સોલંકીના મતને લઇને ચૂંટણી પંચમાં સામે વાંધો ઉઠાવ્યો છે. કોંગ્રેસે ચૂંટણી પંચમાં બંનેના મત રદ કરવા અરજી કરી છે.
કોંગ્રેસ જણાવ્યુ કે, ભુપેન્દ્રસિંહ ચુડાસમાની મેટર સબજ્યુડિશિયલ હોવાથી તેમનો મત અલગ રાખવામાં આવે. તો કેસરીસિંહ સોલંકી સંપૂર્ણપણે સ્વસ્થ હોવા છતાં તેઓએ પોતે અનફિટ હોવાના ખોટા પૂરાવા આપ્યા. આથી બંને ધારાસભ્યોના મત રદ્દ કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, BTPના બે ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન ન કરતા ભાજપનાં ત્રણેય ઉમેદવારોનો વિજય નક્કી છે. જેમાં નરહરિ અમીન, રમીલાબેન બારા અને અભય ભારદ્રાજ એમ ત્રણેય ઉમેદવારોની જીત નક્કી થઇ છે. જ્યારે કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલની જીત નક્કી છે અને ભરતસિંહ સોલંકીને જીતવું અશક્ય છે.