દક્ષિણ ભારતમાં તબાહી મચાવ્યા બાદ ચક્રવાત તોફાન ‘ઓખી’એ હવે મુંબઇમાં દસ્તક દીધી છે. ઓખીના લીધે સોમવાર સાંજથી મુંબઇમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે પણ મુંબઇમાં હવામાન ખરાબ જોવા મળી રહ્યું છે. મુંબઇ-પૂણે એક્સપ્રેસ-વે પર પનવેલ પાસે વરસાદની સાથે જોરદાર કરા પડી રહ્યાં છે.
ઓખીની અસર મુંબઇના લોકોના જીવન પર અસર પડી રહી છે. વરસાદ અને તાપમાન ઘટતા રસ્તા પર દરરોજ કરતાં ઓછા લોકો બહાર નીકળ્યા. ટ્રેનોમાં પણ ભીડ ઓછી દેખાઇ. ભારતીય હવામાન વિભાગના મુંબઇ ઓબ્ઝર્વેટરી દ્વારા ચેતવણી આપ્યા બાદ રાજ્ય સરકારે સિંધુદુર્ગ, થાણે, રાયગઢ અને પાલઘરની સ્કૂલોમાં રજા જાહેર કરી દેવાઇ છે.