Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બરાબરીનો જંગ જામી રહ્યો છે. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની મંત્રીઓની ટીમ તો સામા પક્ષે રાહુલ અને પ્રિયંકા ગાંધી. પ્રથમ તબક્કાનું મતદાન 11મીએ યોજાવાનું છે. ગુજરાતમાં 23મીએ એક તબક્કામાં 26 બેઠકો માટે મતદાન યોજાવાનું છે. ગુજરાતમાં પ્રચાર પ્રસારમાં કોંગ્રેસ કરતાં ભાજપ હંમેશની જેમ આગળ છે. ભાજપે આ વખતે પણ જાદુગરોની ટીમ મેદાનમાં ઉતારી છે. આ જાદુગરોની ટીમ પોતાની આગવી શૈલીમાં મોદી સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી રહ્યાં છે. જાદુગરોની વેશભૂષા અને બોલવાની આગવી છટાને કારણે તેમને જનમેદની એકત્ર કરવામાં વાર લાગતી નથી. ભાજપ દ્રારા આજે મિડિયા સમક્ષ આ જાદુગરોની ટીમનો પરિચય અપાયો હતો. તે જોઇને ઘણાંને એમ થયું કે જ્યાં મોટા જાદુગર સમાન આપણાં સૌના વડાપ્રધાન મોદી મોજૂદ હોય અને પોતાની આગવી છટાથી ઓગસ્ટા વેસ્ટલેન્ડ ચોપર કાંડમાં એપી એટલે શું અને ફેમિલી એટલે કોની ફેમિલી એ ખૂબ સારી રીતે આરોપી મિશેલ કરતાં ખૂબ સારી રીતે મતદારોને સમજાવી શક્તા હોય તો ગુજરાતમાં ગામે ગામ ફરનારા આ જાદુગરો તો બિચ્ચારા સાવ બચ્ચા જ લાગે...!

    ગુજરાતથી શરૂ થયેલી બાજીગરી અને જાદુગરીનો લાભ દેશ આખાને મળી રહ્યો છે. આરોપી મિશેલ કહે છે કે તેમણે કોઇનાનામો આપ્યા નથી પણ જેમ્સ બોન્ડની જેમ એ નામો જાહેરસભામાં પહોંચી જાય છે. કોર્ટને પણ નવાઇ લાગે છે કે હજુ અમને તો કોઇ માહિતી મળી નથી અને મિડિયા( જાહેરસભામાં) માં કઇ રીતે પહોંચી ગયા ભલા..? એ જ તો મજા છે. નામ લેનારને ખબર ના હોય અને મોટા જાદુગરને ખબર પડી જાય. 2014માં મોટા જાદુગરને ખબર પડી કે મનમોહન સરકારે કચ્છનું સરક્રીક વિસ્તાર પાકિસ્તાનને વેચી માર્યું.... જાહેરસભામાં સીધી મિસાઇલ મનમોહન પર અને મનમોહન બેહોશ. ઓઇજી..યે મૈને કબ બેચા..?! 2014માં સરકાર બની પણ એ સરક્રિકના વેચાણના દસ્તાવેજો સીબીઆઇ-ઇડી-રો કે એનઆઇએને મળ્યા નથી...! અને મળે પણ ક્યાંથી...? કંઇક હોય તો ને. ગુજરાતની ચૂંટણીઓમાં મોટા જાદુગરે જાહેરસભામાં કહ્યું- પાકિસ્તાન ઇચ્છે છે કે ગુજરાતમાં અહમદ પટલેને મુખ્યમંત્રી બનાવો. આ અંગેની ગુપ્ત મિટીંગ દિલ્હીમાં મળી હતી અને તેમાં આવું કાવતરૂ ઘડવામાં આવ્યું. ચૂંટણીઓ પૂરી અને ભાજપ 99માં અટકી ગયું. કોઇ મોટો ધડાકો હજુ તેના કરતાં વધારે કર્યો હોત તો 100 બેઠકો મળી હોત. ચૂંટણીઓ પૂરી પણ પેલી બેઠકમાં પાકિસ્તાનના કોણ કોણ હતા તેની કોઇ તપાસ થઇ નથી.

    લોકસભાની ચૂંટણીઓમાં પણ મોટા જાદુગરના મોટા ખેલ થઇ રહ્યાં છે. ચૂંટણી પંચ પર એ જાદુગરે એવી ભૂરકી નાંખી છે ખુલ જા સીમ સીમ....કહીને કે ભાજપના મુખ્યમંત્રી પોતાના ગુરૂને સારૂ લગાડવા એમ કહે કે ભારત કી સેના મોદીજી કી સેના હૈ... છતાં ચૂંટણી પંચે પોતે અદબ વાળીને તેમની સામે ઉભા રહીને યોગી મહારાજને શું કહ્યું- આવું ના બોલાય હોં.. ધ્યાન રાખજો. બીજીવાર ભૂલ ના થાય. પંચ કરતા તો વી.કે.સિંગ સારૂ બોલ્યા કે ભારતની સેનાને મોદી કી સેના કહેનાર દેશદ્રોહી છે. પણ પંચે તો લવીંગ કેરી લાકડીએ યોગીને હળવે હળવે માર્યા અને તાર્યા. આ જાદુગરી નથી તો શું છે..?

    પ્રજાએ 2014માં પૂર્ણ બહુમતિ સાથે તમને સત્તા આપી તમારા કહેવાથી અને તમારા પર વિશ્વાસ રાખીને કે તમે જે કહ્યું તે કરી બતાવશો. તેમ છતાં તમારે આવા દબાણો શા માટે લાવવા પડી રહ્યાં છે..? કોઇના દબાણ વગર પ્રજાના હિતમાં ધારે તેવા નિર્ણયો કરવાની અમાપ સત્તા મળી ત્યારે નોટબંધી કરી નાંખી. પાંચ વર્ષ જો ખરેખર લોકોના કામો થયા હોય અને વચનો પાળવામાં આવ્યાં હોય તો સરકારની કામગીરીના પ્રચાર માટે જાદુગરોની ટીમની શા માટે જરૂર પડી કે પડે...?! (તસ્વીર-પ્રતિકાત્મક)

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ