Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

       રાફેલ : ભારતના લશ્કરના શસ્ત્રો ખરીદવામાં સૌથી મોટું કૌભાંડ

  • ફ્રાંસ પાસેથી રાફેલ ફાઇટર જેટ વિમાન મેળવવા માટે નરેન્દ્ર મોદીની સરકારનો સોદો ભારતીય ઇતિહાસમાં લશ્કરી શસ્ત્ર-સંરજામ ખરીદીનું સૌથી મોટું કૌભાંડ ગણાય છે. આ રીતે આટલુ મસમોટું કૌભાંડઅગાઉ ક્યારેય થયું નથી. આ કૌભાંડમાં વડાપ્રધાન અને તેમની કચેરી વિમાન ખરીદીમાં સીધી અને સક્રિય ભૂમિકા ભજવી રહી હતી. ભારતીય હવાઇ દળ (આઇએએફ) માટે 36 રાફેલ ફાઇટર એરક્રાફ્ટ ફ્રાન્સના ડેસોલ્ટ એવિએશનથી ખરીદવા માટે આ સોદાની વિવિધ સ્તરે ગેરરિતિઓ જોવા મળી છે.

    અગાઉ ભારત સરકારે વિમાન દીઠ રૂ.563 કરોડના ભાવે 126 રાફેલ એરક્રાફ્ટ ખરીદવાનું નક્કી કર્યું હતું. પણ મોદી સરકારે એક વિમાન માટે રૂ.1,660 કરોડના કિંમતે 36 વિમાન ખરીદવા માટે નવા કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આમ, એક વિમાન દીઠ રૂ.1,000 કરોડ વધુ આપવાનું નક્કી કર્યું હતું. વડા પ્રધાન મોદીના ઉદ્યોગપતિ મિત્ર અનિલ અંબાણીની આગેવાની હેઠળની કંપનીને તેનો લાભ મળી રહ્યો હતો. વિમાનનો ભાવ વધારે આપવાનું નક્કી કર્યું, ત્યારે તેના 13 દિવસ પહેલાં જ લાભાર્થી એવી ચોક્કસ કંપનીની રજૂઆત કરવામાં આવી હતી. આ કંપની રાફેલ એરક્રાફ્ટના ફ્રેન્ચ ઉત્પાદક પાસેથી 'ઓફસેટ' જવાબદારીઓના રૂપમાં લગભગ રૂ.21,000 કરોડ મેળવશે. ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ પરિભાષામાં, 'ઓફસેટ' એ ખરીદી કરનાર દેશમાં બનાવેલા ફાયદાના ભાગ રૂપે રોકાણકાર દ્વારા કરવામાં આવેલું 'વળતર' સૂચવે છે.

    રાફેલ સોદા અંગે તત્કાલીન સંરક્ષણ પ્રધાન, નાણા પ્રધાન, સંરક્ષણ સચિવ, ભારતીય વાયુ સેનાના વડા, સંરક્ષણ શસ્ત્ર-સરંજામ ખરીદી કમિટિ અને સલામતી અંગેની કેબિનેટ સમિતિને સદંતર અંધારામાં રાખવામાં આવી હતી અને ખુદ વડા પ્રધાન દ્વારા આ સોદાને આખરી ઓપ અથવા અંતિમ રૂપ અપાયું હતું. આ સોદાથી ભારતને તો આધુનિક ટેકનોલોજીથી વંચિત રખાયું જ હતું પરંતુ તે સાથે ભારત સરકારની માલિકીની કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ)ને ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી ના એવા કરારથી વંચિત રાખવામાં આવ્યું હતું કે જો તે કરારનો અમલ થયો હોત તો ફ્રાંસની ડેસોલ્ટ એવિયેશન કંપનીને ભારતમાં આધુનિક લડાયક એરક્રાફ્ટનુ ઉત્પાદન કરવાની ફરજ પાડી શકાઇ હોત.

    ફ્રાંસની ડેસોલ્ટ એવિયેશન કંપની પાસેથી 36 રાફેલ વિમાનો ખરીદવામાં આવશે એવી વડાપ્રધાનની જાહેરાતના પંદર દિવસ પહેલા ડેસૉલ્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસરે જણાવ્યું હતું કે 126 રાફેલ એરક્રાફ્ટને ભારતમાં વેચવા માટેના કરાર કરવાની વાટાઘાટો લગભગ 95% પૂર્ણ થઈ હતી. આમ, વડા પ્રધાનની એકપક્ષીય ઉતાવળી કાર્યવાહી સમજવી મુશ્કેલ છે.

    મોદી સરકારે નવા સોદાની વિગતો જાહેર કરવા કે વિમાનનો ભાવમાં વધારો કરવાના કારણો જાહેર કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. દેશની અગ્રણી તપાસ એજન્સી ગણાતી સીબીઆઇ આ સોદોમાં થયેલી ગેરરિતિઓની તપાસ કરે એવી સંપૂર્ણ શક્યતાઓ હતી એવા સમયે જ સીબીઆઈના ડિરેક્ટર આલોક વર્માને રાતોરાત ફરજિયાત રીતે રજા પર મોકલી દેવામાં આવ્યા હતા. વિરોધ પક્ષે એવી માગણી કરી છે કે, ત્રણ દાયકા પહેલાં લશ્કરી શસ્ત્રોનું ઉત્પાદન કરતી સ્વિડનની બોફોર્સ કંપની પાસેથી ફિલ્ડ બંધૂકો ખરીદવામાં આવી ત્યારે તે સોદામાં લાંચ આપવામાં આવી હતી એવા આક્ષેપોના પરિપ્રેક્ષ્યમાં જેમ સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ની રચના કરવામાં આવી હતી એવી રીતે જ રાફેલ વિમાનોના સોદામાં જે કાંઇ થયું હતું તેની તપાસ કરવા એક જેપીસીની પણ રચના કરવી જોઇએ, પરંતુ મોદી સરકારે જેપીસી રચવાની વિરોધપક્ષોની માંગને પણ ફગાવી દીધી હતી. જો પ્રધાનમંત્રી અંદરથી બેદાગ, પ્રમાણિક અને સ્પષ્ટ હોય તો તેઓ અને તેના મંત્રીઓએ સોદાની વિગતોને ધ્યાનમાં રાખીને જેપીસી બનાવવાથી ડરવું જોઈતું નહોતું.

    મોદીએ દેશની સલામતી સાથે કેવી રીતે સમાધાન કર્યું હતું ?

    ભારતીય હવાઇ દળે 42 લડાકુ સ્ક્વોડ્રન્સની મંજૂરી આપી હતી. દરેક સ્ક્વોડ્રનમાં 21 વિમાનોનો સમાવેશ થાય છે, જેમાં 2 તાલીમ માટે અને 3 રિઝર્વ રાખવામાં આવે છે. રશિયાના સુખોઈ 30 જેટલા વિમાનો 1996માં લીધા બાદ હવાઈ દળ દ્વારા લડાકુ વિમાનોની બીજી કોઈ મોટી ખરીદી કરવામાં આવી નથી. સુખોઇ વિમાન ભારે ભરખમ અને જંગી ફાઇટર એરક્રાફ્ટ છે. હવાઈ દળ પાસે ત્યારબાદ દ્વિતિય કક્ષાના વિમાનોમાં મિગ, મિરાજ અને જગુઆર એરક્રાફ્ટનો કાફલો છે, જે પૈકી મોટાભાગના તેમની આયુષ્ય રેખા પૂરી કરવાની નજીક છે. ઝડપથી આગળ વધી રહેલી ચીનની વાયુસેના સામે પહોંચી વળવા માટે વાયુ દળએ મલ્ટી રોલ કોમ્બેટ એરક્રાફ્ટ (એમઆરસીએ)ના કેટલાક સ્ક્વોડ્રોન ખરીદવાની સલાહ આપી હતી. 2004 માં મનમોહન સિંહની યુનાઈટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (યુપીએ) સરકારે હવાઈ દળને તેની હાલની તથા હવે પછી કેટલા વિમાનોની જરૂર પડશે તે અંગે યાદી મોકલવા કહ્યું હતું. જે અંગે એમએમઆરસીએ તપાસના અંતે જાન્યુઆરી 2012માં રાફેલ એરક્રાફ્ટની પસંદગી કરી હતી. જે ભારતની સરહદો સુરક્ષિત રાખી શકે એવી ક્ષમતા ધરાવતું હતું.

    દેશ કરતાં વિદેશનું હીત જોયું

    માર્ચ 2015ની શરૂઆતમાં 126 રાફેલ એરક્રાફ્ટ ખરીદી અને ટેકનીક હસ્તાંતરણ માટે 95% વાટાઘાટો પૂરી થઈ ગઈ હતી. ફક્ત 5% બાકી હતી. આ સોદામાં રાફેલ વિમાન મેઈક ઈન ઈન્ડિયા બનાવીને ભારતમાં જ ઉત્પાદન કરીને તેને સ્વદેશી બનાવવાનું હતું. તેના પુર્જા ભારતમાં જ બનવાના હતા. પણ હવે મોદીના નિર્ણયથી ભારતમાં નહીં બને. સંપૂર્ણ ટિકનોલોજી ભારતને મળવાની હતી. જે ભાજપ સરકારમાં ન થઈ શકી. ફ્રાંસની ફેક્ટરી પર હવે મદાર રાખવો પડશે.

    (વરિષ્ઠ સ્વતંત્ર પત્રકાર રવિ નાયરના સંશોધનના આધારે)

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ