બાબરી મસ્જિદ ધ્વંસ કેસની સુનાવણી કરતી વિશેષ સીબીઆઇ અદાલતે નેશનલ ઇન્ફેર્મેટીક્સ સેન્ટરને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી સહિત નવ આરોપીઓના નિવેદન નોંધવા માટે વીડિયો કોન્ફ્રન્સિંગની વ્યવસ્થા કરવાનો નિર્દેશ કર્યો છે. વિશેષ ન્યાયાધીશ એસ.કે.યાદવે કહ્યું કે, નેશનલ ઇન્ફેર્મેટીક્સ સેન્ટરે ( એનઆઇસી) જે આરોપીઓના નિવાસે વીડિયો કોન્ફ્રન્સિંગ સુવિધા ઊભી કરવાની છે, તેમના નામોની યાદી આ સાથે સામેલ છે. કોર્ટની કચેરીએ આદેશના પાલન માટે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇફેર્મેશન ટેકનોલોજી હેઠળ આવતા એનઆઇસીને તેની સુચના આપશે.