ઓસામા બિન લાદેનના ભાઈ બકર બિન લાદેનને સાઉદી અરેબિયાએ અચાનક જ મુક્ત કરી દીધો છે. આશરે 3 વર્ષ કરતા પણ વધારે સમય સુધી કસ્ટડીમાં રાખ્યા બાદ બકર બિન લાદેનને મુક્ત કરી દેવામાં આવ્યો છે. બકર બિન લાદેનની ભ્રષ્ટાચારના આરોપો બાદ ધરપકડ કરવામાં આવી હતી.
જાણવા મળ્યા મુજબ બકર બિન લાદેનને મુક્ત કરી દેવામાં આવ્યો છે અને ઘરે રહેવા કહેવામાં આવ્યું છે. જો કે, લોકો તેને મળવા ઘરે આવી શકે છે. બિઝનેસ ટાઈકૂન બકર બિન લાદેનને થોડા સમય માટે મુક્ત કરવામાં આવ્યો છે કે, કાયમ માટે તે જાહેર નથી કરાયું.