Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુમસાન જગ્યાઓ તો છોડો પરંતુ રેલવેમાં પણ બળાત્કારની ઘટનાઓની સંખ્યા શર્મસાર કરી મુકે તેવી છે. માત્ર બે વર્ષમાં ટ્રેન અને રેલવે કેમ્પસમાં રેપના 165 કેસો સામે આવ્યા છે. RTI હેઠળ ટ્રેન અને રેલવે કેમ્પસમાં થયેલા ગુન્હાઓના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. માત્ર ત્રણ વર્ષમાં 4,718 કેસ લૂંટના સામે આવ્યા છે તો 542 લોકોની હત્યા થઈ છે.

RTIએ આપેલી આંકડાકીય માહિતી અનુસાર 2017થી 19ની વચ્ચે બળાત્કારની 136 ઘટનાઓ રેલવે પરિસરમાં બની જ્યારે 29 બળાત્કારના કેસ ચાલુ ટ્રેનમાં બન્યા હતા. વર્ષ 2017માં 51 કેસ, 2019માં 44 કેસ અને 2018માં 70 બળાત્કારના કેસ સામે આવ્યા હતા. 

નોંધનીય છે કે, વર્ષ 2019માં સામે આવેલા 44 કેસો પૈકી 36 કેસ રેલવે પરિસરમાં અંજામ અપાયા જ્યારે 8 બળાત્કારને કેસ ચાલતી ટ્રેનોમાં અંજામ અપાયા હતા. 2018ના 70 કેસો પૈકી 59 બળાત્કારના કેસ રેલવે પરિસરમાં, 11 કેસો ચાલતી ટ્રેનોમાં થયા હોવાની જાણકારી છે. આ સમય ગાળા દરમિયાન રેપ સિવાય મહિલાઓ વિરુદ્ધ અન્ય અપરાધોના 1672 કેસો નોંધવામાં આવ્યા હતા. જેમાંથી 802 રેલવે પરિસરમાં થયા હતા અને 870 કેસો ચાલતી ટ્રેનોમાં અંજામ આપવામાં આવ્યા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ