લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ચાલતા તનાવમાં તક ઝડપીને પાકિસ્તાને ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં LoC નજીક સેનાની બે ડિવિઝનોને તૈનાત કરી દીધી છે. પાકિસ્તાની સેનાએ PoKમાં LoC નજીક 20 હજાર સૈનિકોની હાજરી ભારત ઉપર દબાણ વધારાવાના પ્રયત્નરૂપે જોવામાં આવી રહી છે. પાકિસ્તાન આવી હરકતો ચીનના ઈશારે કરતું હોય, તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ અંગે ઈકોનૉમિક ટાઈમ્સના મીડિયા રિપોર્ટ મુજબ, ચીની અધિકારીઓ જમ્મુ-કાશ્મીરમાં હિંસા ભડકાવવા માટે કટ્ટરવાદી સંગઠન અલ-બદર સાથે વાતચીત કરી રહ્યાં છે. જેનાથી સ્પષ્ટ સંકેત મળે છે કે, સરહદ પર ચીન અને પાકિસ્તાનની મિલીભગત છે. હવે પાકિસ્તાને કાશ્મીરની પશ્ચિમી સરહદ પર તનાવ વધારવા માટે પોતાના 20 હજાર સૈનિકો ખડકી દીધા છે.
આ ઉપરાંત પાકિસ્તાનની એર ડિફેન્સ રડાર પણ સમગ્ર વિસ્તાર પર 24 કલાક ચાંપતી નજર રાખી રહ્યું છે. પાકિસ્તાન અને ચીન સરહદ પર સૈનિકોની હાજરી અને આતંકવાદીઓને ઉશ્કેરવાના પ્રયત્નોથી ભારતે બે બાજુ લડવું પડશે.
જણાવી દઈએ કે, તાજેતરમાં ચીન અને પાકિસ્તાનના સૈન્ય અધિકારીઓ વચ્ચે અનેક બેઠકો થઈ છે. જે બાદ ઉત્તરમાં લદ્દાખથી સંકળાયેલા ગિલગિટ-બાલ્ટિસ્ટાનમાં પાકિસ્તાને પોતાના 20 હજાર સૈનિકો તૈનાત કર્યા છે. થોડા દિવસો પહેલા એવવો રિપોર્ટ આવ્યો હતો કે, આ વિસ્તારમાં આવેલા પાકિસ્તાનના એરપોર્ટ પર ચીને પોતાનું એરક્રાફ્ટ પણ ઉતાર્યું હતું.